જુનાગઢમાં Biparjoy ની અસરઃ 2169 લોકોનું સ્થળાંતર, લોકોની મદદ માટે ટુકડીઓ રવાના

જુનાગઢઃ ગુજરાતના માથે બિપોરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં 16મી જૂને રેડ એલર્ટ છે ત્યારે અત્યારે જુનાગઢમાં ઘણી અસર જોવા મળી રહી છે. જુનાગઢમાં…

gujarattak
follow google news

જુનાગઢઃ ગુજરાતના માથે બિપોરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં 16મી જૂને રેડ એલર્ટ છે ત્યારે અત્યારે જુનાગઢમાં ઘણી અસર જોવા મળી રહી છે. જુનાગઢમાં હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં માધવપુર રોડ ખાતે દરિયો કિનારે ભટકાય છે ત્યારે તેના મોજા ઉછળીને તેની ભયાનકતા દર્શાવી રહ્યા છે. તો આ તરફ માળિયા ખાતે નદીના નીર પણ ધસમસતા દેખાઈ રહ્યા છે. વાવાઝોડાની અસરને જોતા 216 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રિવરફ્રંટ પર પ્રવેશબંધી, નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય

મોટી સંખ્યામાં વીજપોલ કચેરીઓ પર પહોંચ્યા
જુનાગઢમાં 14 અને 15મી જૂને જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્માએ અધિકારીઓ અને સાંસદના સાથે માગરોળના ગામે ગામ જઈને લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીજળી, પાણી અને વાયરલેસ સુવિધાઓને લઈને સૂચનાઓ પણ આપી હતી. આ તરફ વીજ કંપનીની 22 કચેરીઓને એલર્ટ પર મુકવામાં આવી છે અને મોટાભાગે વીજળીના પોલ પડવાની સંભાવનાઓને જોતા કોઈ મોટી મુસીબત ના આવે તે માટે 2430 વીજપોલ કચેરીઓ સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત 6000 ટેસ્ટેડ પોલનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. વીજળીના નુકસાનને તુરંત શરૂ કરવા માટે 130 ટીમની માગ કરવામાં આવી છે. આ તરફ માંગરોળમાં ખાસ એનડીઆરએફની 25 ટીમ લોકોની મદદ માટે પહોંચી ગઈ છે.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp