જુનાગઢઃ જુનાગઢની લીલી પ્રરિક્રમામાં હાલ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. કોરોનાના કપરા કાળ પછી લાંબો વખત પછી આટલી મોટી મેદની આ પરિક્રમામાં જોડાઈ હોય તેવું દ્રશ્યમાન થાય છે. ગુજરાતની જનતા જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકો પણ આ પરિક્રમામાં જોડાતા હોય છે. આ વખતે 15 લાખ લોકો ઉમટે તેવો અંદાજ છે. જોકે તંત્રએ પણ તે મેદનીને સાચવી શકાય તેવી વ્યવસ્થાઓ કરી છે. આ તરફ ગિરનાર અંબાજી મંદિર પરથી રાત્રી દરમિયાન પરિક્રમાના રૂટનો કેવો નજારો દેખાય છે તેનો વીડિયો કેટલાક વ્યક્તિઓએ પોતાના કેમેરામાં કંડાર્યો હતો.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફરતો થયો
જુનાગઢની લીલી પરિક્રમામાં લોકો ભક્તિભાવથી અને આસ્થા સાથે આવતા હોય છે. ગિરનાર અંબાજી મંદિરથી આ પરિક્રમાનો વીડિયો કેટલાક વ્યક્તિઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ફરતો થયો છે. આ વીડિયો જોતા એવું લાગે કે જાણે લાખો રત્નો કોઈ કાળા સાગરમાં તરતા હોય. આ નજારા અંગે સ્થાનિકો લાગણી વ્યક્ત કરે છે કે મંદિરથી આ અદભૂત નજારો ખુબ અલ્હાદક લાગે છે.
ADVERTISEMENT