ભાર્ગવી જોશી.જુનાગઢઃ આગામી ત્રીજી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે, જેને લઇ ભવનાથ ક્ષેત્રમાં ભવ્ય તૈયારી ચાલી રહી છે. ગુરુનું પૂજન કરી આશિષ મેળવી ધન્ય થઈ ભક્તિ, ભજન અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. આ વખતે પણ અહીં ગુરુ પૂર્ણિમાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વખતે પણ ભવનાથ ક્ષેત્રમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થશે.
ADVERTISEMENT
ગીરનારમાં ધોધમાર વરસાદથી સોનરખ નદીમાં આવ્યું ધસમસતું પાણી, લોકો જોવા ઉમટ્યા
શું કહે છે મહંત તનસુખગીરી બાપુ
આ અંગે જુનાગઢ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુ દ્વારા જણાવાયું છે કે, ગુરુપૂર્ણિમા મહોત્સવ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રના તમામ આશ્રમો, મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ભક્તિ ભાવથી ઉજવાશે. જુનાગઢ ગીરનાર અંબાજી મંદિર શક્તિપીઠ અને ગુરુદત્તાત્રેય મંદિરના મહંત તનસુખગીરી બાપુ દ્વારા આગામી ગુરુપૂર્ણિમા તારીખ 3 અને સોમવારના રોજ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
કેવી રીતે થાય છે ઉજવણી
ગુરુપૂર્ણિમામાં વહેલી સવારે ગુરુવરોની સમાધિનું પૂજન ગુરુગાદીનું પૂજન કરવામાં આવ્યા બાદ 12:30 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરવામાં આવે છે. આ એ દિવસ છે જેમાં દરેક ભક્ત પોતાના ગુરુના આશિષ માટે અચૂક દર્શને આવે છે. આથી જ તમામ સાધુ સંતો આ દિવસે આશ્રમમાં ભક્તો માટે ખૂબ તૈયારીઓ કરે છે. ભીડભંજનમાં મહંત તનસુખગીરી બાપુ દ્વારા સર્વે ભક્ત ભાવિકજનોને પ્રસાદ લેવા પધારવા હાર્દિક વિનંતી કરી છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ ગુરુ શિષ્યના સંબંધને અતૂટ બનાવે છે.
ADVERTISEMENT