Junagadh: સાત માસની બાળકીનો મૃતદેહ ડોગ સ્કોર્ડે શોધી કાઢ્યો, માતાએ જ હત્યા કરી હોવાની આશંકા

ભાર્ગવી જોશી, જૂનાગઢ: જિલ્લામાં ગઇકાલે સાંજે હાટીનાના માતરવાણિયા ગામે સાત માસની બાળકી ત્રિશા પરમાર ગુમ થયા હોવાની વિગત સામે આવી હતી. આ દરમિયાન બાળકીની શોધખોળ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: જિલ્લામાં ગઇકાલે સાંજે હાટીનાના માતરવાણિયા ગામે સાત માસની બાળકી ત્રિશા પરમાર ગુમ થયા હોવાની વિગત સામે આવી હતી. આ દરમિયાન બાળકીની શોધખોળ માટે વન વિભાગ તેમજ ડોગ સ્કવોડની ટીમ કામે લાગી હતી. ત્યારે બાળકીનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો છે. ત્યારે બાળકીના મોતને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જૂનાગઢના માળિયા હાટીનાના માતરવાણિયા ગામે સાત માસની બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું.બાળકીનું નામ ત્રિશા પરમાર હતું જે માસૂમ બાળકીની હત્યા માતા એ જ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘરમાંથી જ ગુમ થયેલ બાળકી અંગે પોલીસ અને વન વિભાગે તપાસ હાથ ધરતા ડોગ સકોવડ દ્વારા નદી કિનારેથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. આથી પોલીસે મૃત બાળકીના મૃત્યુ પર આશંકા ને આધારે પોસ્ટમો્ટમ માટે મોકલી આપી હતી.

તપાસ બાદ જાણવા મળશે સાચું કારણ
પોલીસે તપાસ હાથ ધરતા પ્રથમ તારણ મુજબ આ હત્યા માતા એ જ કરી હોવાનું જાણવા મળેલ છે જો કે પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ આ માસૂમ બાળકીના મોતનું કારણ જાણવા કોશિશ કરી રહી છે. બાળકી કયા સંજોગોમાં નદીમાં પડી. કે પછી બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી એ અંગે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.

    follow whatsapp