Junagadh Dattatreya Shikhar Dispute: દત્તાત્રેય શિખર વિવાદમાં DySP હિતેષ ધાંધલીયાનું સામે આવ્યું નિવેદન, કહ્યું…

Junagadh Dattatreya Shikhar Dispute: જૂનાગઢની વર્ષો જુની માથાકૂટ ને લઈને ગિરનાર ફરી ગુંજ્યો છે. હાલમાં જ જૈન અને હિન્દુ દેવસ્થાનોના આ વિવાદને ફરી પવન ફૂંકાયો…

gujarattak
follow google news

Junagadh Dattatreya Shikhar Dispute: જૂનાગઢની વર્ષો જુની માથાકૂટ ને લઈને ગિરનાર ફરી ગુંજ્યો છે. હાલમાં જ જૈન અને હિન્દુ દેવસ્થાનોના આ વિવાદને ફરી પવન ફૂંકાયો છે. જ્યાં આ મામલો કોર્ટમાં છે ત્યારે રવિવારે કેટલાક લોકો દત્તાત્રેય ખાતે ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. સાથે જ મૂર્તિ સાથે છેડછાડના પ્રાયસ પણ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેમાં ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા પછી તો ભારે ઉહાપોહ મચ્યો છે. સાથે જ સંતોના આ મામલામાં નિવેદનો સામે આવવા લાગ્યા છે. હવે આ મામલે પોલીસ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે.

દત્તાત્રેય દેવસ્થાને થયેલી માથાકૂટ મામલે શું કહ્યું DySPએ

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય શિખરને લઈને વિવાદ ફરી ઊભો થયો છે. આ મામલામાં જૂનાગઢના DySP હિતેષ ધાંધલીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે કહ્યું કે ગતરોજ જબલપુરથી એક જૈન સંઘ આવ્યો હતો. હાલમાં બંને પક્ષો તરફથી રજૂઆતો મળી છે. ઉપરાંત ભવનાથ પોલીસ દ્વારા અરજીને આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં ફરિયાદી કૈલાસ પુરોહિતનું કહેવું છે કે, પોલીસ ફરિયાદમાં સામે પક્ષે કરેલી ફરિયાદમાં તથ્ય નથી. મેં હાથમાં લાકડી લીધી હતી જે સ્વરક્ષણ માટે હતી તેને ફરિયાદમાં તલવાર દર્શાવી છે. હિન્દુ અને જૈન સંપીને જ રહે છે આવા કામ કરીને એક્તાના ભંગ કરવાના પ્રયાસ કર્યા છે.

વિવાદ શું છે?

ગિરનાર પર આવેલા દત્તાત્રેય શિખલ મામલે જૈન માને છે કે શિખર પર જ્યાં દત્તાત્રેયના પગલા હોવાનું કહેવાય છે તે પગલા નેમીનાથના છે. દત્તાત્રેય વિવાદ આઝાદીના સમયથી ચાલી રહ્યો છે. હજુ આટલા વર્ષોથી બંને પક્ષોના આ મામલામાં સામ સામે દાવાને વર્ષો થયા છતા કોર્ટમાં નક્કર નિર્ણય આવ્યો નથી. જોકે કોર્ટે હુમક કર્યો છે કે આ મામલે વિવાદાસ્પદ પ્રવૃત્તિ નહીં કરવી.

જામનગરમાં ઈકો-ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર, ધર્મગુરુ સહિત એક જ પરિવારના 3નાં મોત

‘ગિરનાર અમારો છે’ના સૂત્રોચ્ચાર

જૂનાગઢમાં જૈન અને હિન્દુ દેવસ્થાનોનો વિવાદનો મધપૂડો ફરી છંછેડાયો છે. દત્તાત્રેયની જગ્યામાં સૂત્રોચ્ચાર કરીને કેટલાક શખ્સો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામમાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. ચોક્કસ સમુદાયના લોકો દ્વારા દત્તાત્રેયની જગ્યામાં હલ્લાબોલ કરવા સાથે મૂર્તિ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અહીં ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ જગ્યાના પુજારીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલાને લઈને અરજી આપી છે. દીપક બાપુ પુજારીએ જૈન સંઘના અંદાજે 250 જેટલા વ્યક્તિઓ સામે અરજી કરી છે. નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવા છતા અહીં ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર કરાયા છે. આ મામલાને હવે સાધુ સંતો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. ભારતી આશ્રમના ભારતી હરિયાનંદ બાપુએ આ ઘટનાને વખોડી છે. હાલમાં સમગ્ર મામલો કોર્ટમાં છે તો કોર્ટના આદેશ પ્રમાણે ચાલવાની તેમણે અપીલ કરી છે. તેમણે વારંવાર આ રીતે અશાંતિ ફેલાવવાના પ્રયત્નો થશે તો સંતો પણ શાંતિથી નહીં બેસે તેવી ચીમકી ઉચ્ચારી છે.

    follow whatsapp