Junagadh Dattatreya Shikhar Dispute: ધર્મનો મામલો મોટાભાગે આધિપત્ય સાથે જોડાયેલો હોય છે. આવી તો ઘણી માથાકુટો વર્ષોથી ચાલી આવી છે. આવી જ એક વર્ષો જુની માથાકૂટ જૂનાગઢની છે. હાલમાં જ જૈન અને હિન્દુ દેવસ્થાનોના આ વિવાદને ફરી પવન ફૂંકાયો છે. જ્યાં આ મામલો કોર્ટમાં છે ત્યારે રવિવારે કેટલાક લોકો દત્તાત્રેય ખાતે ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. સાથે જ મૂર્તિ સાથે છેડછાડના પ્રાયસ પણ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ADVERTISEMENT
‘ગિરનાર અમારો છે’ના સૂત્રોચ્ચાર
જૂનાગઢમાં જૈન અને હિન્દુ દેવસ્થાનોનો વિવાદનો મધપૂડો ફરી છંછેડાયો છે. દત્તાત્રેયની જગ્યામાં સૂત્રોચ્ચાર કરીને કેટલાક શખ્સો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામમાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. ચોક્કસ સમુદાયના લોકો દ્વારા દત્તાત્રેયની જગ્યામાં હલ્લાબોલ કરવા સાથે મૂર્તિ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અહીં ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Mehsana News: બહુચર્ચિત લૂંટ પ્રકરણની અસર, પોલીસની નિષ્ક્રિયતા સામે જોટાણાના
આ જગ્યાના પુજારીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલાને લઈને અરજી આપી છે. દીપક બાપુ પુજારીએ જૈન સંઘના અંદાજે 250 જેટલા વ્યક્તિઓ સામે અરજી કરી છે. નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવા છતા અહીં ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર કરાયા છે. આ મામલાને હવે સાધુ સંતો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. ભારતી આશ્રમના ભારતી હરિયાનંદ બાપુએ આ ઘટનાને વખોડી છે. હાલમાં સમગ્ર મામલો કોર્ટમાં છે તો કોર્ટના આદેશ પ્રમાણે ચાલવાની તેમણે અપીલ કરી છે. તેમણે વારંવાર આ રીતે અશાંતિ ફેલાવવાના પ્રયત્નો થશે તો સંતો પણ શાંતિથી નહીં બેસે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT