જૂનાગઢઃ જૂનાગઢ, ગીર સોમનાથ, પોળો ફોરેસ્ટ, તાપી, ડાંગ, સાપુતારા સહિતના ગુજરાતના સ્થળો હાલ વરસાદને પગલે નયનરમ્ય બન્યા છે. લીલોછમ પ્રદેશ અને વહેતી નદીઓ હાલ પ્રવાસીઓના મનોરંજનનું કારણ બન્યા છે ત્યારે પ્રકૃતિનો આનંદ માણવા ઘણા પ્રવાસીઓ અજાણ્યા પાણીમાં ઉતરતા હોય છે પરંતુ અહીં તેઓ મજાના મદમાં સાવચેતીઓને એક તરફ મુકી દેતા હોય છે. આવું જ કાંઈક દામોદર કુંડ ફરવા આવેલા એક પરિવાર સાથે થયું છે. પરિવાર સાથે અહીં 2 વર્ષનું બાળક પણ પાણીમાં ન્હાવા લાગ્યું હતું પરંતુ આકસ્મિક રીતે તે ડૂબી જતા તેનું મોત થયું છે. જેના કારણે પરિવારના માથે હવે શોકનો વજ્રઘાત થયો છે.
ADVERTISEMENT
તંત્રએ જોખમી જગ્યાઓ પર નોટિસો લગાવવી જરૂરી બની
નાનકડા અમથા બાળકનું દામોદર કુંડમાં ડૂબી જતા મોત થયું છે. મણાવદરનો પરમાર પરિવાર અહીં ફરવા આવ્યો હતો. દરમિયાનમાં પરિવાર સાથે રાજ રવિભાઈ પરમાર નામનું 2 વર્ષનું બાળક પણ હતું. હાલમાં જૂનાગઢમાં એક અઠવાડિયામાં અનરાધાર વરસાદ પડ્યો છે. નદી નાળા છલકાયા છે. લોકો મન ભરીને તેમાં ન્હાવા પડી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા પણ કેટલીક જોખમી જગ્યાઓ પર નોટિસ બોર્ડ ના લગાવાયા હોઈ અજાણી જગ્યાઓમાં યુવાનો અને બાળકો ડૂબકીઓ લગાવી દે છે. જેનું માઠું પરિણામ આવી શકે છે.
પૈસાનો હિસાબ માગતા પત્ની બની રણચંડી, પતિના હાથ-પગ બાંધીને લાકડી લઈને તૂટી પડી, જુઓ VIDEO
ફાયર વિભાગે કાઢ્યો મૃતદેહ
આવું જ કાંઈક આ પરિવાર સાથે પણ થયું છે કે તેઓ અહીં દામોદર કુંડ ખાતે ફરવા આવ્યા હતા. દરમિયાનમાં અકસ્માતે બાળક કુંડમાં પરિવાર સાથે ન્હાતા દરમિયાન ડૂબી ગયું હતું અને પાણીમાં તે મળી રહ્યું ન્હોતું. બનાવની જાણ 108 અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે કામગીરી આરંભીને બાળકને બહાર કાઢ્યું હતું પણ ઘણું મોડું થઈ ગયું હતું. બાળક તે દરમિયાનમાં મૃત્યુ પામ્યું હતું.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી.જૂનાગઢ)
ADVERTISEMENT