Junagadh crime News: છલથી પ્રેમીને બોલાવ્યો અને પછી યુવતીના પરિવારે મારી-મારીને પતાવી દીધો

Junagadh crime News: પોરબંદરના ભાડ ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમ કરવાના મામલામાં પરિવારના સભ્યોએ છેતરીને યુવકને બોલાવ્યો હતો. જે પછી તેને એક ગોડાઉનમાં પુરી…

gujarattak
follow google news

Junagadh crime News: પોરબંદરના ભાડ ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમ કરવાના મામલામાં પરિવારના સભ્યોએ છેતરીને યુવકને બોલાવ્યો હતો. જે પછી તેને એક ગોડાઉનમાં પુરી દઈને ત્યાં ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓને પગલે યુવકનું મોત થયું હતું. મામલામાં પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારને હતો બંનેના પ્રેમથી વાંધો

પોરબંદર તાલુકામાં આવેલા ભાડ ગામે રહેતા નિલેશ બોરડ (28)ને પોરબંદરના ભાડ ગામે જ રહેતી ભૂમિકા ગોસ્વામી સાથે પ્રેમસંબંધ હતો. પરિવારના સભ્યો આ પ્રેમના વિરોધમાં હતા. જેથી તેઓએ છેતરપિંડીથી નિલેશને બોલાવી ગોડાઉનમાં ઢોર માર માર્યો હતો. યુવક આજે સવારે બાઈક પર મણાવદરના સારંગપીપળીથી નીકળીને પરત જતો હતો. ત્યાં રસ્તામાં તેને કોઈએ આંતરીને માર માર્યો હતો તેવી પણ વિગતો સામે આવી છે.

Gyan Sahayak News: જ્ઞાન સહાયક યોજના રદ કરવા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અન્ય એક વિગત એવી સામે આવી છે કે, ભૂમિકાના પરિવારજનોને તેમના પ્રેમ અંગેની જાણ થતાં જ ભૂમિકાને પાંચ મહિના પહેલા સારંગપીપલી મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ 30 ઓગસ્ટના રોજ ભૂમિકા અને તેના પિતા અને ભાઈઓએ નિલેશને છેતરીને બોલાવીને તેને ગોડાઉનમાં બાંધી, આખી રાત માર મારીને એટલી ઇજા પહોંચાડી કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ નિલેશનું મોત થયું હતું.

મૃતકના ભાઈ જીતેન્દ્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માણાવદર ડીવાયએસપી બી.સી. ઠક્કરે ઘટનાની તપાસ માટે ટીમ બનાવી હતી અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના હાથે ઝડપાયેલા લોકોના નામ

1 ભૂમિકા પ્રાગુલપરી કરસનપરી ગોસ્વામી ઉંમર 20
2 પ્રફુલપરી કરસનપરી ગોસ્વામી 52 વર્ષ
3 દિવ્યેશ પ્રફુલપરી ગોસ્વામી 29 વર્ષ
4 ભાવેશપરી પ્રવિણપરી ગોસ્વામી 30 વર્ષ
5 કલ્પેશ પ્રવિણપરી ગોસ્વામી 32 વર્ષ

    follow whatsapp