જુનાગઢઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનર પર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. કોંગ્રેસે મુકેલા આરોપ પ્રમાણે ભાજપ તરફી પરિણામ આવે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોંગ્રેસ વિરુદ્ધ અને ભાજપ તરફી પરિણામ આપવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
ભાજપ તરફી મતગણતરી લઈ જવાની ચૂંટણી અધિકારીની સૂચનાઃ કોંગ્રેસ નેતા
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈએ કહ્યું કે, અત્યારે જ મને સરકારી તંત્રના મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારી ક્યાંકને ક્યાંક દબાણમાં આવીને ભાજપની સૂચના મુજબ ખોટું કરવાની શક્યતા છે. અમે જુનાગઢની પાંચ સીટ જીતી રહ્યા છીએ અને તેમાં અમારા ઉમેદવારોને સર્ટી ન આપવું મોડું આપવું, પાછળથી હારેલા જાહેર કરવા ઉપરાંત પોસ્ટલ મત ભાજપ તરફી કેમ લઈ જવા તેનું વ્યવસ્થીત કાવતરું કરવામાં આવી રહ્યું છે. ભાજપ તરફી મતગણતરી લઈ જવાની મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે.
(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT