જૂનાગઢ: જૂનાગઢમાં વંથલી-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના ASIનું મોત નિપજ્યું છે. જ્યારે 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો હતો. તો અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT
કાર અકસ્માતમાં રાજકોટના ASIનું મોત
વિગતો મુજબ, જૂનાગઢના વંથલી પાસે ઓજત નદી પર બનેલા પુલ પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક કારમાં મુસાફરી કરી રહેલા રાજકોટના ASI પંકજ દીક્ષિત ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સ્થળેથી નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ તથા ડ્રાઈવર મહેશ છુછર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એવામાં તેમણે પોલીસ વાનમાં 2 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
5 લોકો ઈજાગ્રસ્ત થયા
જ્યારે અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને 108 મારફતે જૂનાગઢ હોસ્પિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વંથલી સોમનાથ બાયપાસ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોલીસ પણ લોકોને અકસ્માત રોકવા માટે જાગૃત કરતી હોય છે.
(વિથ ઈનપુટઃ ભાર્ગવી જોશી)
ADVERTISEMENT