Junagadh News: બેન્કની સામે જ મેનેજરનો આપઘાત, રેલિંગ પર ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જૂનાગઢના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજરે કર્યો આપઘાત બેન્કની સામે જ રેલિંગ પર ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સિયારામ પ્રસાદ જૂનાગઢમાં…

Junagadh Latest News

Junagadh Latest News

follow google news
  • જૂનાગઢના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજરે કર્યો આપઘાત
  • બેન્કની સામે જ રેલિંગ પર ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
  • મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સિયારામ પ્રસાદ જૂનાગઢમાં ફરજ બજાવતા હતા

Junagadh Latest News: જૂનાગઢના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ આજે સવારે આપઘાત (Bank officer suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેને જે રીતે આપઘાત કર્યો તેને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. બેન્કની સામેની જ રેલિંગમાં ટકીને અધિકારીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, જૂનાગઢના ઝાંઝડરા રોડ પર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની રિજનલ બ્રાન્ચ છે જેમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી એવા સિયારામ પ્રસાદ નોકરી કરતાં હતા.રાત્રીના સમયે સિયારામ પ્રસાદ ઘરેથી અચાનક નીકળી ગયા. તેમના પત્નીને સિયરામ ઘરે ના મળતા ચિંતા થઈ અને તેમના સહકર્મચારીઓને આ અંગે વાત કરી હતી. પરિવારજનો અને સહકર્મચારીઓ તમામ જગ્યા શોધખોળ હાથ ધરી હતી.

બધી જ ગયા શોધખોળની વચ્ચે પરિવારજનો અને કર્મચારીઓ બેન્ક પાસે પહોંચ્યા જ્યાં સિયારામ રેલિંગ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવ બાદ તરત જ પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્યાં લગેલા સીસીટીવી દ્વારા તપાસ કરી જેમાં બેન્કના અધિકારી રેલિંગ પર દુપટ્ટો બાંધીને લટકી ગયા હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. હજુ એ જાણી શકાયું નથી કે તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે. પોલીસ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.બેન્ક અધિકારીના આપઘાતથી પરિવાર અને સહકર્મચારીઓ શોકમાં ગરકાવ થયા છે.

    follow whatsapp