જુનાગઢઃ કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો, રસ્તા પર પટકાતા જ BJP નેતાનું મોત

જુનાગઢઃ જુનાગઢના મેંદરડા રોડ ખાતે એક પુર ઝડપે જતી કારના ચાલકે બાઈક પર જતા વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. મેંદરડા રોડ પર ગુરુવારે સાંજે એક…

gujarattak
follow google news

જુનાગઢઃ જુનાગઢના મેંદરડા રોડ ખાતે એક પુર ઝડપે જતી કારના ચાલકે બાઈક પર જતા વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. મેંદરડા રોડ પર ગુરુવારે સાંજે એક જોરદાર અકસ્માત થયો હતો. અહીં પુર ઝડપે જતી કાર દ્વારા એક બાઈકને ટક્કર મારીને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામાનાર વ્યક્તિ ભાજપના જુનાગઢના વોર્ડ નંબર 7ના પ્રમુખ હતા. પોલીસે ઘટનાની જાણ થતા વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક ભાજપ નેતાની લાશને પોસ્ટ મોર્ટ માટે ખસેડી હતી. પોલીસે હવે આ કારના ચાલકને પકડવાની તજવીજ શરૂ કરી છે.

સંકટમાં દેવભૂમિ! રસ્તા અને સરકારી જમીન પર ગેરકાયદે કબરોનો કબજો, વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ

ભાજપના કાર્યકરોમાં શોક
ભાજપના વોર્ડ નંબર 7ના પ્રમુખ પ્રકાશ ગજેરા એક યુવા નેતા હતા. તેઓ ગુરુવારે સાંજે મેંદરડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ઝડપથી આવી રહેલી એક કારના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. બાઈકને ટક્કર વાગતા જ તેઓ નીચે પટકાઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું ત્યાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત થતા જ કાર ચાલક ત્યાંથી તરત જ ફરાર થઈ ગયો હતો. આ મામલામાં મૃતક પ્રકાશ ગજેરાના ભાઈ મનોજ ગજેરાએ અજાણ્યા શખ્સના નામે ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલામાં હવે પોલીસ કારના ચાલકને શોધવામાં લાગી ગઈ છે. પોલીસે પોસ્ટ મોર્ટમ વિધિ પરથી તેમની લાશને પરિવારને અંતિમ ક્રિયાઓ માટે સોંપી હતી. આ તરફ તેમના અચાનક થયેલા મોતને લઈને ભાજપના તેમના સર્થકો અને કાર્યકરોમાં શોકની લાગણી હતી.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp