જુનાગઢઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જે જાામ્યો છે, તેને જોઈને શહેરી વિસ્તારો તો ઠીક પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોળી બની છે. ખાસ કરીને ખેત પેદાસો પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટે આ સમય અત્યંત મુશ્કેલી ભર્યો પણ રહ્યો છે. ભારે પવન અને જોરદાર વરસાદની સટાસટીએ ક્યાંક પ્રસંગ બગાડ્યો છે તો ક્યાંક ખેડૂતોનો પાક, ક્યાંક લોકોના ઘરની છત ઉડાવી દીધી છે તો ક્યાંક ઝાડ અને વીજપોલને તોડી નાખ્યા છે. વરસાદને કારણે આવી જ એક ઘટના જુનાગઢમાં બની છે. અહીં રિક્ષા વરસાદી નાળામાં પલટી ખાઈ જતા 12 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 9 લોકોને જીવીત બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદની સતત સટાસટીઃ ક્યાંક મંડપ તોડ્યો તો ક્યાંક છત ઉડી, ક્યાંક પડી ગયા ઝાડ- જુઓ VIDEOS
વરસાદી પાણીના વહેણમાં તણાઈ રિક્ષા
પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાનમાં મણાવદરમાં છત્રાસ ગામ નજીક એક કરુણ દૂર્ઘટના બની છે. અહીં પાણીના ઝડપી વહેણમાં એક ઓટો રિક્ષા ડૂબી ગઈ હતી. આ રિક્ષા તણાઈ ગઈ ત્યારે તેમાં મુસાફરો પણ સામેલ હતા. રિક્ષામાં કુલ 12 લોકો બેસેલા હતા. રિક્ષા ડૂબીને પલટી ખાઈ ગઈ હતી. જેના પછી લોકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યાં 9 લોકોને બચાવી શકાયા હોવાની વિગતો મળી હતી. લોકોને બચાવવાની કામગીરી હજુ (આ લખાય છે ત્યારે) પણ ચાલુ છે.
આજે મણાવદરમાં ધમાકેદાર 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે મણાવદર અને આસપાસના નદી નાળા પણ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. જોરદાર વરસાદને પગલે નાળા અને નદીમાં વરસાદી પાણીનું વહેણ જોવા મળ્યું હતું.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી. જુનાગઢ)
ADVERTISEMENT