જુનાગઢઃ 1947થી જુની દરગાહ સહિતના ડિમોલેશનની કામગીરીઓ પર શંકા, હાઈકોર્ટમાં આપવો પડશે જવાબ

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢના ઉપરકોટ કિલ્લામાં થયેલા ડિમોલેશનની કામગીરી પર મુસ્લિમ સમાજ દ્વારા શંકાની સોય ઊભી કરાઈ છે. મુસ્લિમ સમાજના નેતાઓએ આજે આ અંગે મીડિયા સાથે…

Junagadh, 1947 dargah, shrine, Dargah Demolition, High couurt, Videos

Junagadh, 1947 dargah, shrine, Dargah Demolition, High couurt, Videos

follow google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢના ઉપરકોટ કિલ્લામાં થયેલા ડિમોલેશનની કામગીરી પર મુસ્લિમ સમાજ દ્વારા શંકાની સોય ઊભી કરાઈ છે. મુસ્લિમ સમાજના નેતાઓએ આજે આ અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમણે આ મામલે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અને હવે તંત્રએ હાઈકોર્ટ સમક્ષ તેનો જવાબ આપવો પડશે. જ્યારે અમે પુરાવા રજુ કરવાનું કહ્યું હતું તો 24 કલાકમાં જ ડિમોલેશનની કામગીરી કેમ કરી દેવાઈ હતી.

‘ઓછી અસર થઈ પણ…’ વીજળી પડતા ખેડૂતનું મોત અન્યોને જાણે મોત અડીને જતું રહ્યું- Video

મુસ્લિમ સમાજને છે ન્યાય પર ભરોસો
મીડિયા સામે તેમણે જણાવ્યું કે, અમે હાઈકોર્ટમાં અરજી કરી હતી, અમારી પાસે પ્રોપર્ટી કાર્ડ અને તમામ દસ્તાવેજોના પુરાવા છે. તેમ છતાં અમારી 401 મઝાર દરગાહ તોડી પાડવામાં આવી હતી. SDMએ બે દિવસમાં પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ અમારો ભરોસો તોડતાં 24 કલાક પહેલાં જ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 1947 પહેલા બનેલી દરગાહને તોડી પાડવામાં આવી હતી, જ્યારે વાત 1950 પછીની તોડવાની થઈ હતી. અમે આજે જ્યારે મજાર જોવા ગયા તો અમારી મુખ્ય ચાર દરગાહ પણ ન હતી. હવે અમે હાઈકોર્ટમાં જઈને ન્યાય માટે અરજી કરીશું, અમને ન્યાયમાં પૂરો વિશ્વાસ છે.

    follow whatsapp