અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવ જય રહી છે ત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. જે.પી. નડ્ડા આજે ગાંધીનગરના નભોઈ ગામે નમો ખેડૂત પંચાયતને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
નમો ખેડૂત પંચાયતને સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે,પ્રધાનમંત્રી મોદી એ પરાધનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી અને 80 કરોડ જનતાને 5 કિલો ઘઉ, ચોખા અને દાળ આપીને ગરીબ લોકોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી દેશને બીમારીથી લડવાની તાકાત આપી અને સાથે સાથે કોઈ ભૂખ્યું ના સુવે તેની ચિંતા કરી જે કોઈ ભૂલયુ નથી. અને આજ દિવસ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ છે.
11 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા
જે.પી. નડ્ડાએ કિસાન સન્માન નિધિ અંગે જણાવતા કહ્યું કે, આજ દિવસ સુધી કોઈએ વિચાર્યું પણ ના હતું કે ખેડૂતોને પોતાની ઉપજ વધારવા આર્થિક મદદની જરૂર છે. કોઈએ વિચાર્યું ન હતું. અને કોઈ યોજના બનાવવામાં આવી ન હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં દર ત્રણ મહિને 2000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 1 લાખ 36 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા.
પૂર્વ પ્રધાનમંત્રી પર સાધ્યું નિશાન
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, પહેલાના એક પ્રધાનમંત્રી કહેતા કે હું 1 રૂપિયો મોકલું તો 15 પૈસા જ પહોંચે છે. પ્રધાન મંત્રી એક બટન દબાવે છે અને 11 લાખ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે. આ છે બદલતા ભારતની તસવીર. 6 ગણું ખેડૂતનું બજેટ વધી ગયું. પ્રધાન મંત્રી કિસાન ફસલ યોજના અંગે વાત કરવામાં આવે તો 83 લાખ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો છે. લગભગ 5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે.
ભાજપના નેતાઓ જનતા સામે જઇ શકે છે
ગુજરાત સરકારે 15 લાખ ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપી છે. યુરિયા હવે લિક્વિડ નેનો યુરિયા બની રહ્યું છે. ગાંધીનગરમાં આ યુરિયા તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતમાં 1.50 લાખ ચેકડેમ બનાવ્યા છે. અહી થોડા લોકો ખેડૂતના નામે રાજનીતિ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ જનતા સામે જઇ શકે એમ છે. અને કહી શકે છે કે અમે તમારા માટે કામ કર્યું છે. ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાતની તસવીર કોણે બદલી છે.
ADVERTISEMENT