અમરેલીઃ બાબરા તાલુકાના ગલકોટડી ગામ ખાતે બોરમાંથી 50 ફૂટ ઉંચા પાણીના ફૂવારા છૂટ્યા હતા. આને જોવા માટે આસપાસના લોકોનો જમાવડો થઈ જતા જોવા જેવી થઈ હતી. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી બોર કરાવવાની કામગીરી ચાલતી હતી. ત્યારે બોર પૂર્ણ થતાની સાથે જ એકાએક તેમાંથી પાણીના મસમોટા ફુવારા છુટતા લોકોમાં આનંદ પ્રસરી ગયો હતો.
ADVERTISEMENT
ખેડૂતે પોતાની વાડીમાં બોર કરાવ્યો..
ગલકોટડી ગામનાં ખેડૂતે પોતાની વાડીમાં 600 ફૂટનો બોર કરાવ્યો હતો. બોરની કામગીરી પૂર્ણ થતાની સાથે જ અચાનક તેમાંથી પાણીના ફૂવારા છૂટી નીકળ્યા હતા. 50 ફૂટથી વધુ આકાશ તરફ ફુવારા ઉડતા સ્થાનિકોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
અડધો કલાક પાણીના ઉંચા ફુવારા ઉડ્યા..
બોરની કામગીરી પૂર્ણ થતાની સાથે જ અચાનક તેમાંથી પાણીના ફુવારા છૂટ્યા હતા. નોંધનીય છે કે અડધો કલાક સુધી અહીં ઉંચા ફુવારાઓ છૂટતા જોવાજેવી થઈ હતી. લોકોમાં પણ બોરમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવાની કૂતુહલતા જાગી હતી. તથા ખેડૂતો અને આસપાસનાં લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા.
With Input: હિરેન રવિયા
ADVERTISEMENT