યુરોપથી માંડવી સુધી દરિયામાં આવશે કેબલ, ગુજરાતમાં બનશે કેબલ લેન્ડિંગ સ્ટેશનઃ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતની રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘણાણી દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી આઈટી પોલિસી મામલે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતની રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘણાણી દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી આઈટી પોલિસી મામલે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ ડીએસટીએ ખુબ સરસ પોલિસી બનાવી છે. તેમના કારણે 16 જેટલા એમઓયું થયા છે. હવે માત્ર છ જ મહિનામાં 10,400 કરોડનું રોકાણ નિશ્ચિત બન્યું છે. તેમણે આ ઉપરાંત જણાવ્યું કે ગુજરાતમાં કેબલ લેન્ડિંગ સ્ટેશનનું એમઓયું કરવમાં આવ્યું છે.

1,000 કરોડના થયા MOU: વાઘાણી
જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આઈટી સેપરેટ પોલિસી સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ અમારી ટીમે સારી પોલિસી બનાવી છે. તેમણે કકહ્યું કે, યુરોપથી માંડવી સુધી દરિયામાં કેબલ આવશે અને ગઈકાલે જ કેબલ લેન્ડિંગ સ્ટેશનનું એમઓયું કરવામાં આવ્યું છે. અંદાજે 5 હજાર કરોડનો માત્ર કેબલનો જ ખર્ચ કેબલ લેન્ડિંગ સ્ટેશનમાં થશે. આ પ્રોજેક્ટને કારણે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની છે. ઉપરાંત 1 હજાર કરોડના રોકાણનું તેમાં ગઈકાલે એમઓયુ કરવામાં આવ્યું છે.

નવા ડેટા સેન્ટર્સ ખુલશે
તેમણે એવું પણ કહ્યું કે, આ પ્રકારના સ્ટેશન મુંબઈ અને ચેન્નાઈમાં છે. હવે તે જ્યારે ગુજરાતમાં સંભવ બનશે તેનાથી 5જી નેટવર્કને લાભ મળશે. નવી વ્યવસ્થામાં દિલ્હી સુધી કનેક્ટીવિટી પહોંચશે. ડેટા સેન્ટર્સ પણ ખુલશે જે માટે પણ એમઓયુ થયા છે. ગુજરાતને નવી તકો પ્રાપ્ત થશે.

    follow whatsapp