ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી સરકારી કર્મચારી અને મંત્રીઓને IDEA અને VODAFONE ના અધિકારીક નંબર ફાળવવામાં આવતા હતા. જો કે હવે અધિકારીક રીતે તેમાં JIO ની એન્ટ્રી થઇચુકી છે. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને JIO ના સીમ આપવા માટેની જાહેરાત કરી દીધી હતી. ગુજરાત સરકારે આ અંગે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં સૌથી સસ્તું બીડ રિલાયન્સ જીઓએ ભર્યું હતું. જેથી હવે તેમને આ બીડ ફાળવી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અધિકારીઓને જે ભાવે કોલ મળી રહ્યા છે તે ભાવ અક્લપનીય
અત્રે ઉલ્લેખીય છે કે, જો કે સરકારી અધિકારીઓને જે ભાવે ડેટા અને કોલ મળી રહ્યા છે તે જોઇને તમારી આંખો પહોળી થઇ જશે. જેના માટે સામાન્ય નાગરિક સેંકડો રૂપિયા ખર્ચે છે તે વસ્તુ અધિકારીઓને કોડીના ભાવે મળે છે. અધિકારીઓને અનલિમિટેડ કોલિંગ પ્રતિમાસ માટે માત્ર 37.50 રૂપિયા ચુકવવા પડે છે. એટલે કે 38 રૂપિયામાં તે મન પડે તેટલી વાતો કરી શકે છે. માસિક માત્ર 38 રૂપિયા જ ચુકવવાના રહેશે. આ ઉપરાંત આંતરિક CUG કોલ પણ મફત કરી શકે છે.
સામાન્ય નાગરિકને 15 રૂપિયામાં એક GB જે અધિકારીને 80 પૈસામાં
આ ઉપરાંત અધિકારી જો 4G ડેટા પેક ખરીદે તો 25 રૂપિયામાં 30 GB એટલે કે રોજિંદી રીતે 1 GB ડેટા માત્ર 25 રૂપિયામાં મળે. એટલે કે જે ડેટા પેકમાં સામાન્ય નાગરિક એક જીબી નેટ 12 થી 15 રૂપિયામાં ખરીદે છે તે સરકારી અધિકારી માત્ર 0.80 પૈસામાં પડે છે. આ ઉપરાંત અધિકારી જો 5G ડેટા પેક કરાવે છે તો 25 રૂપિયા 30 જીબી નેટ એટલે કે 0.80 પૈસા આશરેમાં એક જીબી અને જો અનલિમિટેડ નેટ 5G કરે તો 125 રૂપિયામાં અનલિમિટેડ નેટ વાપરી શકે છે.
ADVERTISEMENT