વડોદરા : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે બનાસકાંઠાના થરામાં કોંગ્રેસની સભા હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપવા સાથે સાથે બિલકિસ બાનુના 11 દોષિતોને છોડી મુકવા મામલે પણ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. જિગ્નશ મેવાણીએ કહ્યું કે, પીએમ એમ પુછી રહ્યા છે કે કોંગ્રેસે શું કર્યું? તો પીએમ ભણ્યા તે શાળા કોણે બનાવી હતી?
ADVERTISEMENT
જો કે તેનો આડકતરી રીતે આક્રમક જવાબ આપતા વડાપ્રધાન મોદીએ વડોદરામાં જણાવ્યું કે, હું સરકારી શાળામાં સયાજીરાવ ગાયકવાડે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું. જેથી મને ખબર છે કે જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ હોય છે. સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે જે કર્યું તે પરંપરાને તેમની જ શાળામાં ભણેલા વિદ્યાર્થી તરીકે મે આગળ વધારી છે.
શિક્ષણક્ષેત્રના કાયાકલ્પ માટે અમે કામ કર્યું.સ્કીલ ડેવલપમેન્ટ પર આપણે કામ કર્યું. 20 વર્ષમાં ઉચ્ચતર માધ્યમીક શાળાઓની સંખ્યા બમણી કરી, ગુજરાતમાં 800 થી ઓછી કોલેજો હતી તે હવે 3 હજાર છે. પહેલા 21 યુનિવર્સિટી હતી હાલ 100 કરતા વધારે છે. પ્રોફેશનલ કોલેજ 100 જેટલી માંડ હતી હાલ 500 કરતા વધારે છે. મેડિકલ સીટો 1300 હતી જે આજે 6 હજાર કરતા વધારે છે. એન્જિનિયરિંગની કોલેજો 26 થી વધારીને 130 કરી દીધી. વડોદરામાં જ ડિગ્રી અને ડિપ્લોમાંની જ 30 થી વધારે એન્જિનિયરિંગ કોલેજો બની ચુકી છે. વડોદરા હવે ઉચ્ચ શિક્ષણનું હબ બની ચુક્યું છે.
ADVERTISEMENT