અમદાવાદ : ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતના પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કર્યા બાદ કોઇ પણ પક્ષ એવો નથી કે જેના નામે કકળાટ ન ચાલતો હોય. તમામ ટિકિટ લેવા માટે ફાંફા મારી રહ્યા છે અને કાર્યકર્તાઓને અને પોતાના ઉચ્ચ નેતાઓ પર દબાણ કરી રહ્યા છે. તેવામાં રાજનીતિમાં ભાગ્યે જ જોવા મળતો કિસ્સો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવાર જાહેર કરાયા
ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ મુદ્દે અનેક સીટો પર અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. જોકે વઢવાણના ઉમેદવાર જિજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જિજ્ઞા પંડ્યાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા મને ઉમેદવાર બનાવવામાં આવ્યા તે મારા માટે ખુબ જ ગર્વની વાત છે અને હું ભાજપની આભારી છું. પરંતુ હું ચૂંટણી લડવા નથી માંગતી તેથી ભાજપ દ્વારા અન્ય કોઇ ઉમેદવાર જાહેર કરવામાં આવે. આ વિનંતીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તત્કાલ જગદીશ મકવાણાને ટિકિટ ફાળવી દેવામાં આવી છે.
દલવાડી સમુદાયના વિરોધના પગલે ભાજપે આબરૂ બચાવવા પેંતરો અપનાવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, દલવાડી સમુદાય દ્વારા ટિકિટની માંગ સાથે જિજ્ઞા પંડ્યાનો ભારે વિરોધ કરવામાં આવતો રહેતો હતો. ઉમેદવાર બદલવાની માંગ સાથે સ્થાનિક સ્તર પર આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. આખરે જિજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જિજ્ઞા પંડ્યાએ કહ્યું કે, પાર્ટી જ મારો પરિવાર છે. હું હંમેશા પાર્ટી માટે જ કામ કરતી રહીશ. જો કે તેમણે વિરોધ અંગે કોઇ પ્રકારના વિરોધનો ઉલ્લેખ કરવાનો ટાળ્યો હતો.
ADVERTISEMENT