CMના ભાષણમાં ઉંઘી ગયેલા ચીફ ઓફિસરને પરત ન લેવાય ત્યાં સુધી કર્મચારીઓ કરશે આંદોલન

ગાંધીનગરઃ મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જ ઉંઘ લેવાના કારણે એક ચીફ ઓફિસરને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. જોકે આ ચીફ ઓફિસરના સમર્થનમાં હવે કેટલાક કર્મચારીઓ આવ્યા…

CMના ભાષણમાં ઉંઘી ગયેલા ચીફ ઓફિસરને પરત ન લેવાય ત્યાં સુધી મનપા કર્મચારીઓ કરશે આંદોલન

CMના ભાષણમાં ઉંઘી ગયેલા ચીફ ઓફિસરને પરત ન લેવાય ત્યાં સુધી મનપા કર્મચારીઓ કરશે આંદોલન

follow google news

ગાંધીનગરઃ મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જ ઉંઘ લેવાના કારણે એક ચીફ ઓફિસરને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. જોકે આ ચીફ ઓફિસરના સમર્થનમાં હવે કેટલાક કર્મચારીઓ આવ્યા છે. ભુજના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેજ પર વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ચીફ ઓફિસર પ્રેક્ષકની ખુરશીમાં નિંદ્રાધીન થઈ ગયા હતા. જોકે સ્થિતિ શું હતી કેમ તેઓ સુઈ ગયા કોઈ પણ પ્રકારની બાબત સામે આવ્યા પહેલા જ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાયા છે. હવે આ મામલાને લઈને નગરપાલિકા કર્મચારી મંડળ નારાજ થયું છે.

શું બન્યું
ભુજમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે પ્રેક્ષકગણમાં બેસેલા નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ નિંદ્રાધીન થઈ ગયા હતા. નિંદ્રામાં પોઢેલા જીગર પટેલને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે આ એક ક્ષણભરની ઉંઘ તેમની દિવસોના દિવસોની ઉંઘ હરામ કરી દેશે. તંત્રએ તાત્કાલીક ધોરણે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા હતા.

Gujarat High Court માંથી પણ રાહુલને રાહત નહી, માનહાની મુદ્દે ઉનાળા વેકેશન બાદ ચુકાદો

આપી આંદોલનની ચીમકી
સસ્પેન્ડ કરાયેલા ચીફ ઓફિસર જીગર પટેલના બચાવમાં હવે નગરપાલિકા કર્મચારી મંડળ મેદાને આવ્યું છે. કર્મચારી મંડળનું કહેવું છે કે ચીફ ઓફિસરનું સસ્પેન્શન પાછુ નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે. ભુજના નગરપાલિકા ચીફ ઓફિસરને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે મામલે હવે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ તેમના બહચાવમાં આવ્યું છે. અધિકારીને તુરંત પાછા નહીં લેવામાં આવે તો આંદલન સુધીની ચીમકી પણ મહામંડળે ઉચ્ચારી છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp