મણીપુરની ઘટનાને લઈ ઈસુદાન ગઢવી લાલઘૂમ, CMને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ

અમદાવાદ: મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ઉતારવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. ત્યારે આ ઘટનાને લઈને આમ આદમી…

gujarattak
follow google news

અમદાવાદ: મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ઉતારવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. ત્યારે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મણિપુરની ઘટના મામલે જણાવ્યું કે, ભાજપ શાસિત મણીપુર રાજ્યમાં કેટલાક દરિન્દાઓ દ્વારા જે રીતે બે મહિલાઓને લઈ જવામાં આવી રહી છે. અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. તે જોઈને આપણા રોમ રોમમાં રોષ જાગી નીકળે છે. કઈ રીતે આવી ઘટનાઓ ઘટવાની શરૂ થઈ? મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. અને દુઃખની વાત એ છે કે આ વિડીયો બે મહિના જુનો હોવાનું કહેવાય છે અને હજી સુધી કોઈ પકડાયા નથી.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ
હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કહેવા માગું છું કે, તમારા રાજમાં મહિલાઓ સાથે ખૂબ જ દુર્વ્યવહાર થઈ રહ્યા છે, તો આને ખાલી વખોડવાને બદલે એક્શન લો. તમારે મણીપુરની મુલાકાત લેવી જોઈએ. મણીપુરમાં પાછલા કેટલાક દિવસોમાં કેટલાય લોકોની હત્યાઓ થઈ ગઈ છે. મહિલાઓ સાથે આવી બરબરતા કોઈપણ પાર્ટીના શાસનમાં કે કોઈપણ રાજ્યમાં થાય તે ચલાવી ન લેવાય. એ મહિલાઓના પરિવાર પર શું વીતી હશે. મારી નરેન્દ્ર મોદીજીને વિનંતી છે કે મણીપુરના મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે. અને એવા સખત પગલા લેવામાં આવે કે આવનારા એક જ મહિનામાં તમામ દરિંદાઓને ફાંસી આપવામાં આવે. મારી એક માંગે પણ છે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.

    follow whatsapp