રાજકોટ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઢોલ જોરશોરથી વાગી રહ્યા છે.આ દરમિયાન અનેક મુરતીયા પોતે યોગ્ય હોવા માટે દબાઇને ઠુમકા પણ લગાવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજવીને પ્રેશર પોલિટિક્સ કરી રહી છે. સતત ગેરેન્ટીઓના વરસાદના કારણે મધ્યમ વર્ગ પણ તેના તરફ આકર્ષીત પણ થઇ રહ્યો છે.આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, રોડ રસ્તા સહિત અનેક મુદ્દાઓથી કંટાળેલી પ્રજાને આમ આદમી પાર્ટીમાં આશાનું એક કિરણ દેખાઇ રહ્યું હોવાનો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે. પોતે આ વખતે સરકાર રચે તેવો પણ દાવો આપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
જયેશ રાદડિયાએ આપ પર પ્રહાર કર્યા
સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા અને પૂર્વ નેતા અને હાલ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપ પર પ્રહાર કરવાના બહાને પોતાના પાર્ટીના જ નેતાઓને ચિમકી ઉચ્ચારી હતી. જયેશ રાદડિએ જણાવ્યું કે, બે મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે. નવા સાવેણાવાળા આવી રહ્યા છે. જો કે ચૂંટણી પછી આ દેખાવાના નથી. મારાથી મોટો નેતા સૌરાષ્ટ્રમાં કોઇ નથી. AAP વાળા ગેરેન્ટીકાર્ડ આપે છે. જો કે આ પક્ષની પોતાની જ કોઇ ગેરેન્ટી નથી. અમારા તો આગેવાનો જ અમારી ગેરેન્ટી છે.
આપના બહાને પોતાનું પણ શક્તિપ્રદર્શન કર્યું
ભાજપ કે કોંગ્રેસ ખંડણી માટે ફોન કર્યો એવું બન્યુ નથી આપમાં એવી ટોળકી ભેગી થઇ છે કે, કારખાનેદાર ફોન કરીને તેની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરે છે સત્તા શું છે તે જોયું નથી. ધારાસભ્ય અને નેતા તમારો મજબુત હોવી જોઇએ મારાથી મજબુત ધારાસભ્ય મળે ત્યારે તેને ચૂંટણીમાં બેસાડી દેજો. હું તેનો હસતા મોઢે નીચે બેસી જઇશ.બીજાને તક આપો, મારે ચૂંટણી નથી લડવી. રાદડિયાએ કહ્યું કે, 2017 ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઇ બિમાર હતા. જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી છે, ત્યારે ભાજપને જિતાડવાની જવાબદારી તમારી છે.
ADVERTISEMENT