અમદાવાદ : ગાંધીનગરમાં એક ક્રિકેટ મેદાનનાં ઉદ્ધાટનમાં અમિત શાહના પુત્ર અને BCCI ના સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. ઉદ્ધાટનમાં તેઓએ પોતે પણ ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. તેઓનો ક્રિકેટ રમતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ પોતે પણ હાલ ક્રિકેટ પર હાથ સાફ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કલોકના ક્રિકેટ મેદાનના ઉદ્ધાટનમાં અજમાવ્યો હાથ
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગાંધીનગરના કલોલમાં નવા ક્રિકેટ મેદાનનું ઉદ્ધાટન કરવા માટે આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તાર તેમના પિતા અમિત શાહનો સંસદીય વિસ્તાર પણ છે. કલોક ખાતે તાલુકા કેળવણી મંડળ ગાંધીનગર દ્વારા બનાવાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ટ્રેનિંગ ફેસિલિટીનું ઉદ્ધાટન કર્યું હતું.
અગાઉ સૌરવ ગાંગુલીની ટીમને હરાવી ચુક્યા છે જય શાહ
જો કે રાજકીય કે ક્રિકેટ અંગેના નિર્ણયો પર ફ્રંટ ફુટ પર આવીને રમતા જય શાહ ક્રિકેટ રમવાના કિસ્સામાં બેકફુટ પર આવીને રમતા જોવા મળ્યા હતા. આ પહેલી વખત નથી જ્યારે જય શાહ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા જોવા મળ્યા હોય. ડિસેમ્બર, 2021 સેક્રેટરી 11 મેચના કેપ્ટન તરીકે જોવા મળ્યા હતા. આ મેચમાં તેઓ સૌરવ ગાંગુલીની ટીમ પ્રેસિડેન્ટ 11 સામે રમ્યા હતા. આ મેચમાં શાહ આક્રમક રીતે રમતા જોવા મળ્યા હતા. શાહે 7 ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જય શાહ લેફ્ટી બોલર છે. સૌથી ચોંકાવનારી બાબત હતી કે, જયશાહે પુર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ અઝરુદ્દીનની વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મેચમાં તેણે 40 રન પણ ફટકાર્યા હતા અને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.
ADVERTISEMENT