Junagadh News: લોકસભાના પરિણામ બાદ ભાજપમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા હતા. એવામાં હાલ રાજકારણનાં સૌથી મોટા સમાચાર જુનાગઢથી સામે આવી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નવા જુની કરે તેવી સંભાવના છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સીમ્બોલ હટાવ્યો છે અને ભાજપની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નીષ્ક્રીય રહ્યા હતા.
ADVERTISEMENT
જવાહર ચાવડાએ શું આપી પ્રતિક્રિયા?
ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને લઇ ફેસબુક એકાઉન્ટ પર વીડિયો શેર કરી કહ્યું કે, મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. પોતે અનેક કામ કર્યા હોવાનું તેઓએ પોતાના વિડિઓમાં જણાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.
15 મિનિટથી વધારે મોડું થયું તો કપાશે અડધા દિવસનો પગાર, હવે સરકારી બાબુની બહાનાબાજી નહીં ચાલે
ભાજપના ગદ્દાર જવાહર ચાવડા?
જવાહર ચાવડાનું અચાનક આ પ્રકારનું વર્તન કોઈ નવી વાત નથી કારણ કે લોકસભાની ચૂંટણી સમયે જ તેઓ ભાજપના એકપણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ સિવાય જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવી હતી.
(ઈનપુટ: ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT