Ambaji મંદિરમાં પ્રસાદ મામલો ખુબ જ વિવાદિત બન્યો હતો. જે મામલે ઘી પુરૂ પાડનારી કંપનીમાં નીલકંઠ ટ્રેડર્સ નામની સંસ્થાનું નામ સામે આવ્યું હતું. આ નીલકંઠ ટ્રેડર્સનામાલિક જતીન શાહની નકલી ઘીના ડબ્બા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે જામીન પર મુક્ત થયો હતો. જો કે હવે નારોલમાં પોતાના રહેણાંક વિસ્તારમાં જતીન શાહે પોતાના ઘરે આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
નારોલમાં પોતાના રહેઠાણ ખાતે આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી પ્રસાદ કાંડમાં ઘી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું ઘી આપવા મામલે અમદાવાદના માધોપુરમાં ઘીની દુકાન ચલાવતા નીલકંઠ ટ્રેડર્સના વેપારી જતીન શાહની અંબાજી પોલીસે ધરપકડ કરી હતી.
આ મામલે જતીન શાહે ખુલાસો કર્યો હતો કે, હું આ કેસમાં આરોપી નથી. મને ખોટી રીતે ફસાવાયો છે. હું માત્ર એક વેપારી છું. આ ઘીનો મેન્યુફેક્ચરર પણ નથી. ઘી મે બનાવ્યું નથી. તેમણે કોની પાસેથી લીધું તે અંગે કોઇ માહિતી નથી. તેમણે આ નકલી ઘી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે સમગ્ર મામલે જતીન શાહે આપઘાત કરતા તેમાં અનેક મોટા માથાના નામ ખુલે તેવી શક્યતાઓ વચ્ચે આપઘાતથી અનેક વાતો વહેતી થઇ છે.
ADVERTISEMENT