જામનગર: જામનગરમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવો હચમચાવતો કિસ્સો બનતા બનતા રહી ગયો. ટ્યુશન જતી કોલેજીયન યુવતીને રસ્તામાં આંતરીને પાગલ રોમિયોએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા માથા ફરેલા યુવકે છરીના ઘા ઝિંકી દીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ સારવાર માટે લઈ જવી પડી હતી, જ્યાં તેના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા.
ADVERTISEMENT
ટ્યુશન જતી યુવતીને આંતરી કર્યો હુમલો
વિગતો મુજબ, જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં એક યુવતી પોતાની બહેનપણી સાથે એક્ટિવા પર જતી હતી. દરમિયાન અજય સરવૈયા નામનો યુવકે તેને રસ્તામાં આંતરીને એક્ટિવા ઊભું રખાવ્યું હતું. આ બાદમાં અજયે તેને પૂછ્યું, તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ? જેવા જવાબમાં યુવતીએ ના પાડતા ગુસ્સે થઈ ગયેલા અજયે છરી કાઢીને તેના પર હુમલો કરી દીધો હતો જેમાં યુવતીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જાહેરમાં બનેલી ઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા આરોપી અજય ત્યાંથી ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ભારતીય તબીબોની કમાલ! માતાના ગર્ભમાં રહેલા બાળકના દ્રાક્ષના દાણા જેટલા હૃદયનું સફળ ઓપરેશન
યુવતીને માથામાં પાંચ ટાંકા આવ્યા
ઈજાગ્રસ્ત યુવતીને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને માથા પર પાંચ ટાંકા આવ્યા હતા. બાદમાં યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT