Anant and Radhika Pre-Wedding: જામનગરમાં દેશના સૌથી ધનિક બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. જામનગરમાં આ પ્રી-વેડિંગ સેરેમની માટે દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ મોટા બિઝનેસમેન અને સ્ટાર્સ પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
ઈવાન્કા ટ્રમ્પ જામનગર પહોંચી
આજે જામનગરમાં USના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ આવી પહોંચી હતી. ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન તથા તેમની પત્ની, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિતના સેલેબ્રિટી પહોંચ્યા હતા. આ ઉપરાંત રાશિદ ખાન, ડ્વેન બ્રાવો પણ જામનગર આવી પહોંચ્યા હતા. તો MS ધોની અને પંડ્યા બ્રધર્સ જામનગર આવવા રવાના થઈ ગયા છે.
જામનગરમાં VVIP મહેમાનોનો જમાવડો
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના પ્રથમ દિવસે ઘણા સેલેબ્રિટી હાજર રહેશે. આજે શુક્રવારે જામનગર એરપોર્ટ પર ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિતના દિગ્ગજો પણ જામનગર પહોંચી ગયા છે.
આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મી તથા દીકરા આદિત્ય ઠાકરે જામનગર પહોંચ્યા હતા. તો બીજી તરફ મહારાષ્ટ્રના ડે. CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ જામનગર પહોંચ્યા હતા.
ADVERTISEMENT