દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં કિન્નર સમાજનું મહા સમ્મેલન યોજાયું છે. જેમાં દેશભરના કિન્નર મઠોના 2000થી વધારે કિન્નર અહીં ભેગા થયા છે. માનવ જાતિને કોરોના, પુર જેવી પ્રાકૃતિક આપદાઓથી દૂર રાખવા માટે આ સમાજ ભેગો થઈ અહીં યજ્ઞ અને પૂજન કરવાનો છે. લોકો માટે ભગવાન પાસેથી આશીર્વાદ માગશે.
ADVERTISEMENT
UCC મામલે MLA ચૈતર વસાવાનું મિટિંગ માટે આહ્વાહનઃ ‘આદિવાસીઓને નુકસાન’
પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હીથી આવ્યા કિન્નરો
જામનગરમાં કિન્નરોનું ત્રણ દિવસનું મહા સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે. આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અહીં કિન્નરો આવી પહોંચ્યા હતા. મહા સમ્મેલનમાં ભાગ લેવા માટે દેશભરના કિન્નર મઠોથી લગભગ 2 હજાર જેટલી સંખ્યામાં અહીં જામનગર ખાતે કિન્નર આવ્યા છે. હજુ પણ આ સંખ્યામાં વધારો થવાનો હોવાનું તેમનું કહેવું છે. અહીં તેઓએ એક સાથે મળીને પૂજા પાઠ કર્યા છે, યજ્ઞ, ગરબા કરવાથી લઈ ભગવાનને હંમેશા મુશ્કેલીઓથી લોકોને બચાવવા પ્રાથના કરવામાં આવી છે. અહીં સમ્મલેનમાં ભાગ લેવા માટે પંજાબ, ગુજરાત, કોલકત્તા, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોથી કિન્નર સમાજ ભેગો થયો છે.
ADVERTISEMENT