Jamnagar News: જામનગરમાં જૈન સમાજના ઈતિહાસમાં પહેલીવાલ એક સાથે ત્રણ પેઢી સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે. જામનગરમાં પિતા, પુત્ર અને દાદા એક સાથે આગામી 13મી માર્ચના રોજ દીક્ષા લેશે. આ પહેલા શહેરમાં ત્રણેય પેઢીઓનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરભરમાંથી લોકો જોડાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટ આવાસ યોજનામાં મહાકૌભાંડ, પતિના 'પાપ'ની સજા ભાજપના મહિલા કોર્પોરેટરોને મળી
એન્જિનિયર પિતા-પુત્ર અને CA પુત્ર લેશે દીક્ષા
જામનગરમાં 80 વર્ષના એન્જિનિયર અજીતભાઈ શાહ, તેમના 52 વર્ષના એન્જિનિયર પુત્ર કૌશિક શાહ તથા તેમના પૌત્ર વિરલ શાહ આગામી 13મી માર્ચના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે. વિરલ 25 વર્ષનો છે અને તે CAનો અભ્યાસ કરે છે. તેમના દીક્ષા સમારોહ પહેલા જામનગરમાં વરસી દાનની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિમલનાથ દેરાસરથી નીકળી હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, ચાંદી બજારમાં પૂર્ણ થઈ હતી. વરસીદાનના વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવીકાઓ જોડાયા હતા અને દીક્ષાર્થીઓના દર્શનનો લાભ લીધો હતો.
આ પણ વાંચો: PM મોદીના આવતીકાલે બનશે ગુજરાતના મહેમાન, અમદાવાદ શહેરમાં આ રસ્તાઓ બંધ રહેશે
13 માર્ચે દીક્ષા સમારોહ યોજાશે
ખાસ છે કે દીક્ષા સમારોહ માટે આજે 11 માર્ચે જૂનાગઢ તળેટીમાં સ્નાત્ર મહોત્સવ યોજાશે. 12 માર્ચના સવારો સવારે શકસ્તવ મહાભિષેક યોજાશે, સાંજે બેઠું વરસીદાન સહિતના કાર્યક્રમો યોજાશે અને 13 માર્ચના રોજ સવારે આયંબિલનાવતધારી આચાર્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા વિધિનો આરંભ થશે.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT