જામનગર : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવીંદ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ફિલ્મ નિર્માતા બની ગયા છે. જામનગરથી ગત્ત ડિસેમ્બરમાં ધારાસભ્ય બન્યા બાદ હવે રિવા બા બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. રિવાબા બોલિવુડમાં ફિલ્મ નિર્માતા તરીકે જોડાશે. અભિનેત્રી નીના ગુપ્તા અભિનીત આ ફિલ્મનું નિર્માણ રવીંદ્ર જાડેજા કરી રહ્યા છે. બીજી તરફ પ્રોડ્યુસરની જવાબદારી રિવાબા સંભાળે તેવી શક્યતા છે, કારણ કે રવિન્દ્ર જાડેજા હાલ ક્રિકેટમા વ્યસ્ત છે. ફિલ્મનું નામ પચ્ચતર કા છોરા છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનાં ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
પચ્ચતર કા છોરા નામથી બનાવશે ફિલ્મ
રવિંદ્ર જાડેજાની ફિલ્મનું નામ પચ્ચતર કા છોરા છે. રવીંદ્ર જાડેજાની આ ફિલ્મની લોન્ચ ડેટની જાહેરાત કરવામાં નથી આવી. રવીંદ્ર જાડેજા અને તેમની પત્ની રિવા બા ફિલ્મના સહ નિર્માતા છે. આ ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલ્ટર છે. જામનગર નોર્થની સીટથી ભાજપના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય બન્યા બાદ રિવાબા ભાજપ અને રાજકારણમાં સક્રિય છે. અત્રે નોંધનીય છે કે, રિવાબા રાજનીતિમાં આવ્યા તે પહેલા સામાજિક સંસ્થાઓ સાથે અને સમાજસેવામાં સક્રિય હતા. તેઓ કરણી સેના સાથે પણ જોડાયેલા હતા.
રિવા બા જાડેજા ધારાસભ્ય તરીકે કારકિર્દી શરૂ કરી
ધારાસભ્યપદના શપથ લીધા બાદ રિવાબા જાડેજા ફિલ્મી કારકિર્દી તરફ પણ આગળ વધી રહ્યા છે. રવીંદ્ર જાડેજા અને રિવા બા જાડેજા જે ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ગુલ્શન ગ્રોવરને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની બાદ હવે રવીંદ્ર જાડેજાની પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી થઇ ચુકી છે. રવીંદ્ર જાડેજા પોતાની પત્ની રિવાબા સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ અંગેની જાહેરાત રવિંદ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી.
ADVERTISEMENT