જામનગરઃ જામનગરને શરમસાર કરતી ઘટના સામે આવી છે. જામનગરમાં એક શખ્સે 4 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજરાતા ચકચાર મચી ગઈ છે. બીજું આ શખ્સની ઉંમર પણ 30 વર્ષની છે. ચાર વર્ષની નાનકડી ભુલકી પર દુષ્કર્મ ગુજરાતના બેશરમ શખ્સને કારણે પોલીસ પણ આકરી થઈ હતી અને શખ્સને દબોચી તાત્કાલીક કાર્યવાહી હાથ ધરતા તેની સામે વધુ પુરવાઓ એકત્ર કરવામાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
ચોકલેટ આપવાની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ
જામનગરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સીટીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ચાર વર્ષની એક બાળકી પર 30 વર્ષના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની જાણકારી સામે આવતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં માહિતી સામે આવી કે ચાર વર્ષની દીકરીને આ શખ્સ ચોકલેટ અપાવવાની લાલચે બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. લોકોના વાહનો ધોવાનું કામકાજ કરતો સાજન નામનો આ શખ્સ 30 વર્ષનો છે અને તેણે તે પછી આ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીને બ્લીડીંગ થવા લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ દુષ્કૃત્યને પગલે તાત્કાલીક સાજન નામના આ નેપાળી શખ્સની ધરપકડ કરીને તાત્કાલીક ધોરણે તેની સામે પુરાવાઓ એકત્ર કરીને તેને કોર્ટ સામે રજૂ કરવાની તજવીજ હાથ ધરી લીધી છે.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT