જામનગરઃ રંગમતીના ધસમસતા પાણી વચ્ચે ફસાયો વ્યક્તિ, જુઓ દિલધડક રેસ્કૂય- Video

જામનગર: ઉપરવાસમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે જાણીતી રંગમતી નાગમતી નદીના જળસ્તરમાં વધારાને કારણે બંને નદીઓ બે કાંઠે થઈ છે. લોકો માટે આ ખતરાની…

gujarattak
follow google news

જામનગર: ઉપરવાસમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે જાણીતી રંગમતી નાગમતી નદીના જળસ્તરમાં વધારાને કારણે બંને નદીઓ બે કાંઠે થઈ છે. લોકો માટે આ ખતરાની ઘંટી સમાન બન્યું છે ત્યારે દરેડ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે પણ એક દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ત્યાં એક વ્યક્તિ નદીમાં ફસાઈ ગયો હતો. નદીના જોરદાર પ્રવાહને કારણે તે ખૂબ જ જોખમી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા આ વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ધસમસતા પાણીમાં ઝઝૂમ્યો વ્યક્તિઃ લોકોના શ્વાસ થંભ્યા
આ ભયાનક ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, પાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક એક્શનમાં આવીને ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે જોરશોરથી બચાવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તૈનાત કર્મચારીઓએ કરેલા આ કાર્ય દ્વારા તે વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ સફળ થયો હતો. ભારે મુશ્કેલીઓ છતાં ફાયર વિભાગના જવાનોએ વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. તેણે લોખંડના પાઈપનો સહારો લીધો અને ખૂબ હિંમતથી વ્યક્તિ ધસમસતા પાણી સામે ઝઝૂમી રહ્યો હતો. ફાયર વિભાગે તેને સુરક્ષીત રીતે બહાર કાઢ્યો હતો. આ બચાવ કાર્યક્રમમાં ફાયર વિભાગના કર્મચારીઓ સંપૂર્ણ પ્રશંસાને પાત્ર છે. આ વ્યક્તિ જ્યાં સુધી ઝઝૂમી રહ્યો હતો ત્યાં સુધી તો લોકોના પણ શ્વાસ થંભી ગયા હતા.

યુવાન સંતાનોની લાશ જોઈ પરિવારે મુકી પોકઃ વતન બોટાદમાં ઘેરો શોકઃ Ahmedabad Accident

અધિકારીઓએ અગાઉ પણ જણાવ્યું છે કે વરસાદના વધતા જળસ્તરને જોતા લોકોને નદી કિનારે ન જવા અને સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વરસાદની પણ સંભાવના છે, તેથી દરેક લોકો સાવચેત રહો આ જામનગરના હવામાનના સમાચાર હતા, અમે સૌને સાવચેત રહેવા અપીલ કરીએ છીએ. એકબીજાને મદદ કરો અને પાણીના વધતા સ્તરથી પોતાને સુરક્ષિત રાખો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જામનગરની રંગમતી નાગમતી નદી બે કાંઠે થઈ છે.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp