સીનસપાટા ભારે પડ્યા! જામનગરમાં સો.મીડિયા પર ફોલોઅર્સ વધારવા જોખમી સ્ટંટ કરનારા 14 યુવકોની અટકાયત

Yogesh Gajjar

• 06:07 AM • 23 May 2023

જામનગર: યુવાનોમાં વધી રહેલા સોશિયલ મીડિયા પર રીલ્સના ક્રેઝ વચ્ચે પોસ્ટ પર લાઈક અને વ્યૂ મેળવવા માટે તેઓ કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.…

gujarattak
follow google news

જામનગર: યુવાનોમાં વધી રહેલા સોશિયલ મીડિયા પર રીલ્સના ક્રેઝ વચ્ચે પોસ્ટ પર લાઈક અને વ્યૂ મેળવવા માટે તેઓ કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે. બાઈક પર જોખમી સ્ટંટ કરવા, બંદૂક, તલવાર સાથે ફોટો ક્લિક કરીને પોસ્ટ કરનારા યુવકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાં આવા 14 યુવકોની બે દિવસમાં અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો

ડુપ્લિકેટ બંદૂક અને એરગનથી વીડિયો બનાવી મૂકતા
જામનગરમાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા અને ઈન્ફ્લુઅન્સર બનવા માટે યંગસ્ટર્સ ડુપ્લિકેટ બંદૂક અને એરગન સાથે કોઈપણ ડિસ્ક્લેમર વગર પોઝ આપતા જોવા મળી રહ્યા હતા. જ્યારે બાઈક પર જોખમી સ્ટંટ કરીને તથા તલવાર સાથે ફોટો પોસ્ટ કરીને વ્યૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં જામનગર સાઈબર ક્રાઈમમાં આવા યંગસ્ટર્સ સામે ફરિયાદ નોંધવામાં નોંધવામાં આવી હતી.

14 યુવાઓની અટકાયત
ત્યારે આ રીતે સો.મીડિયામાં સીન સપાટા મારીને કાયદાના લીરેલીરા ઉડાવનારા 17 જેટલા લોકોને સમન્સ મોકલ્યા છે. જેમાંથી 14ની અટકાયત કરાઈ છે. પોલીસે તેમને 24 કલાક કસ્ટડીમાં રાખીને તેઓ કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાથી સમજાવ્યા હતા. જ્યારે અન્ય 12 યુવકો ગીર સોમનાથ, રાજકોટ તથા કચ્છ જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. જેઓને પણ ચેતવણી આપવામાં આવી હતી.

 

    follow whatsapp