દર્શન ઠક્કર/જામનગર: જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક યુવાનો અને યુવતીઓએ બેડી બંદરને જોડતા રોડ પર ગરબા રમવાની રીલ બનવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. જોકે આ યુવાઓને હવે રીલ બનાવવી ભારે પડી છે. જામનગર પોલીસે માર્ગ સલામતીના નિયમોના ભંગ બદલ ગરબા ક્લાસના સંચાલકોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
રોડની વચ્ચે ગરબાની પ્રેક્ટિસ કરાવી
જામનગર શહેરના બેડી-બંદર ખાતેના જાહેર માર્ગની વચ્ચે અન્ય નાગરીકોને પડતી અગવડતાની અવગણના કરી તથા ગંભીર અકસ્માત થવાની શક્યતા હોવા છતાં રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરી બેફીકરાઇથી એક યુવા ગ્રુપને ગરબાની પ્રેક્ટીસ કરાવતાનો હોવાનો વિડીયો ધ્યાને આવ્યો હતો. જે બાબતે તપાસ કરી ખરાઇ કરતા “રાસ રસિયા ગરબા કલાસીસ”ના બન્ને સંચાલક તથા કોરીયોગ્રાફર હોવાનું સામે આવ્યું હતુ.
દાંડિયા સંચાલક સામે થઈ કાર્યવાહી
આથી જામનગર પોલીસ દ્વારા દાંડીયા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી હતી કે સહેલાઇથી પ્રસિધ્ધી મેળવવાની ઇચ્છામાં કાયદાનું ઉલ્લંઘન કરશો નહીં. સોશિયલ મિડીયાના ઉપયોગ વખતે તમામ નિયમોનું પાલન કરશો તેવો પોલિસ દ્વારા અનુરોધ કરાયો હતો.
ADVERTISEMENT