જામનગરઃ પર્યાવરણ એક એવો વિષય છે જે તંત્રને ગમે પણ છે અને નથી પણ, ગમે એટલે કે જ્યારે પણ કામગીરી બતાવવાનો વખત આવે ત્યારે પર્યાવરણને આગળ ધરી શકાય અને નથી એટલે ગમતો કે કામ કરવામાં આળસ પણ છે. આવું જ કાંઈક જામનગરના તંત્રમાં પણ જોવા મળ્યું છે. હાલ જાણે જામનગરના તંત્રની સવાર પડી હોય તેમ એક જાહેરાત કરવામાં આવી છે કે આગામી 1 જાન્યુઆરી એટલે કે 2023ના પહેલા દિવસથી જ જામનગરમાં ઠેરઠેર 120 માઈક્રોન કે તેથી ઓછી ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિકને જપ્ત કરાશે અને તેના સંગ્રહી પર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પર્યાવરણની જાળવણીનો ઢોંગ કરતું તંત્ર જામનગરમાં પર્યાવરણને કેટલું સાચવી રહ્યું છે તે જગ જાહેર છે અને તે એવું સત્ય છે કે ખુદ તંત્રના અધિકારીઓ પણ નકારી શકે તેમ નથી. જોકે હાલ આ પ્લાસ્ટિકના સંગ્રહીઓ પર તવાઈ બોલાવવા અને કામગીરી બતાવવામાં તંત્રએ પગલા માંડ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…
https://www.gujarattak.in/gujarat-gujarat-tak-kinjal-dave-panchmahal-police-pavagadh-lathi-charge-panch-mahotsava/#:~:text=%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%20%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D-,%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%20%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%20%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87%20%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1%2C%20%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B%20%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%2C%20%E0%AA%B6%E0%AB%89%20%E0%AA%85%E0%AA%A7%E0%AB%82%E0%AA%B0%E0%AB%8B%20%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%80%20%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%B5%E0%AB%81%E0%AA%82%20%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82,-BY%20URVISH%20PATEL
જાણો શું કરશે જામનગરનું તંત્ર
પર્યાવરણ માટે સૌથી વધુ નુકસાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને તા.31/12/2022 સુધી 75 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક પર પ્રતિબંધનો લગાવવામાં આવ્યો હતો. જે જાહેરનામાં મુજબ તા. 1/01/2023 થી 120 માઈક્રોન સુધીના તમામ પ્રકારના પ્લાસ્ટિક, ઝબલા, પન્નીઓ સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, તા.૧ લી જાન્યુઆરી-ર૦ર૩ થી આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ દરેક વેપારીઓ, વિક્રેતાઓ, ધંધાર્થીઓ, દુકાન ધારકોએ નોંધ લેવા અપીલ કરી છે. જ્યારે કોઈપણ વેપારી કે દુકાનમાંથી 120 માઇક્રોન સુધીના પ્લાસ્ટિક મળી આવશે તો તેના સામે નિયમો મુજબ દંડનીય કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશથી પર્યાવરણની જાળવણી થશે સાથોસાથ અબોલ પશુઓ જે પોલીથીન આરોગી જતા હોય છે તે પણ હવે બંધ થશે. ઉપરાંત અબોલ પશુઓના આરોગ્યને નુકસાન થતું અટકાવશે. આમ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ યાદી જાહેર કરી તમામ વેપારીઓને જાહેરનામનો અમલ કરવા અપીલ કરી છે.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT