જામનગરઃ જામનગરના તંત્રની કામગીરીઓની હાલ તો વાત જ ના કરીએ એટલું સારું છે નહીં તો કોઈનો પણ પિત્તો જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે ભારે વરસાદ વચ્ચે કેટલાક કરુણ અહેવાલો પણ સામે આવ્યા છે. જામનગરમાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ પાણીનો નિકાલ કરવા જતા એક બાળકી ખાડામાં પડીને મૃત્યુ પામી છે તો બીજી બાજુ પિતા પુત્રનું પણ ડૂબી જવાને કારણે મોત થયું છે. આવા ચાર વ્યક્તિઓએ જામનગરમાં જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ભારે વરસાદને લઈને 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9ને ઓરેન્જ એલર્ટઃ જાણો હવામાન વિભાગની આગાહી
અલગ અલગ ઘટનાઓ અંગે વાંચો
જામનગરમાં ભારે વરસાદના કહેર જોવા મળ્યો છે. ચારે તરફ જ્યાં પાણી જ પાણી છે. ભારે વરસાદ વચ્ચે ચાર વ્યક્તિના ડૂબી જવાથી મોત થયા છે. અહીં ગુલાબ નગરમાં અખાડા ચોક નિવાસી ખાતે 11 વર્ષિય કિશોર યશ વિજય પરમારનું ડૂબી જતા મોત થયું હતું. આ તરફ ઘુવાવ હાઉસિંગ બોર્ડમાં મકાનમાં પાણી ભરાઈ જતા ત્રણ વર્ષની દીકરી નેતા ગોદરિયાનું ડૂબી જતા મોત થયું હતું. ઘરથી પાણી નીકાળવા જતા દરમિયાન બાળકી પાણીના ખાડામાં પડી જતા ડૂબી ગઈ હતી અને તેનું મોત થયું હતું.
આ તરફ રંજીતસાગર ડેમમાં ડૂબી જતા પિતા પુત્રના મોત થયા હતા. જેમાં પિતાની ઉંમર 36 વર્ષ અને પુત્રની ઉંમર 13 વર્ષની છે. પિતાનું નામ આસિફભાઈ બચ્ચુ ભાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુત્રનું નામ નવાઝ હોવાનું સામે આવ્યું છે. દરમિયાન મૃત્યુ પામેલાઓની લાશ પોસ્ટ મોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પોતાના ફૂલ જેવા બાળકની લાશ હાથમાં લઈ પિતાની આંખો અશ્રુભીની જોવા મળી હતી.
(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT