જામનગરઃ જામનગર જિલ્લા પંચાયતની ઘોર નિંદ્રાને તો ત્રણ તાળીનું માન પણ ઓછું પડે, બાટા ભાઈની સલામ જ યોગ્ય લાગે છે, કેમ? કારણ કે, કામ જ એવું સામે આવ્યું છે. અહીં એક બે નહીં પણ 2 હજાર જેટલી ફાઈલો ચોરી થઈ ગઈ છે. આટલી ફાઈલો ભરવા માટે એક છોટા હાથી, મીની ટેમ્પો, ટ્રેક્ટર જેવા વાહનની જરૂર પડે તેવા કામ તંત્રએ કર્યા છે. જોકે અહીં અચરજ એ વાતનું પણ છે કે અહીં સિક્યુરિટી છે, અધિકારીઓ છે એટલું ઓછું હોય તેમ સીસીટીવી પણ છે. બોલો કરો વાત…
ADVERTISEMENT
છૂટ્યા તપાસના આદેશ
જામનગર પંચાયતની કચેરીમાંથી 2 હજાર જેટલી અગત્યની ફાઈલ્સ ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવતા તંત્ર હચમચી ગયું છે. કચેરીમાં આ રીતે રેકોર્ડ ગુમ થતા કોની બેદરકારી ગણવી તે તો હવે તપાસનો વિષય છે પરંતુ શક્ય છે કે તેમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાઈ જાય. બે મહિના પહેલા ટ્રેક્ટરમાં કોઈ શખ્સ ઈલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉઠાવી ગયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વવિકાસ અધિકારી ભારદ્વાજ દ્વારા આ મામલે તપાસના આદેશ અપાયા છે. સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ કરવાની સૂચના આપી છે.
દીકરીને એટલી ક્રુરતાથી 25 ઘા માર્યા કે ફ્લોર પર થતા હતા તણખાઃ CCTV હચમચાવી મુકનારા
ફાઈલ મગાવી અને ખબર પડી કે ફાઈલ્સ ગુમ છે
અહીં બાંધકામ વિભાગ નીચેના ઈલેક્ટ્રીક વિભાગમાં રેકોર્ડ્સની ફાઈલ્સ માટે અલગ જ રેકોર્ડ રૂમ છે. વર્ષો જુના રેકોર્ડ્ઝ પણ તેમાં સંગ્રહિત હતા. જોકે હાલમાં જ કોઈ મામલાને લઈને કાર્યપાલક નાયબ ઈજનેરે ફાઈલો મગાવી પણ રેકોર્ડ રૂમમાં ફાઈલ્સ જ ન હતી. ફાઈલ્સ ગઈ ક્યાં તે સવાલનો જવાબ મેળવવામાં ખબર પડી કે કોઈ ટ્રેક્ટર ભરીને 2000 જેટલી ફાઈલ્સ લઈ ગયું છે. આખરે મામલાની તપાસના આદેશ છૂટ્યા છે. ચર્ચા છે કે બે મહિના પહેલા કેટલાક શખ્સો રાત્રે કચેરીમાં આવ્યા હતા અને ઈલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો લઈ ગયા હશે. જોકે સમગ્ર બાબત તપાસ દરમિયાન સામે આવશે.
ADVERTISEMENT