Jamnagar News: ગુજરાતમાં આવી તો ઘણી ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ચુકી છે કે તંત્ર વિદ્યાના નામે લોકોને છેતરવામાં આવ્યા હોય. લોકોના સોના, રોકડ, મિલકતો જ નહીં પણ બલી આપવાના પણ કિસ્સાઓ બની ચુક્યા છે. આવી ઘણી ઘટનાઓ સામે આવ્યા છતા લોકો આવી તંત્ર વિદ્યામાં કેવી રીતે ફસાઈ જાય છે તેનો કોઈ નક્કર જવાબ નથી. પણ હાં લાલચ તેની અંદર સૌથી મોટું કારણ હોઈ શકે છે. આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામજોધપુરના એક ખેડૂત પરિવારને કરોડપતિ બનાવી દેવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધાની ઘટના સામે આવી છે. પોલીસે આમ તો એક ને ઝડપી પાડ્યો છે જ્યારે બીજા ચારેક શખ્સોની શોધ ચાલી રહી છે.
ADVERTISEMENT
કેવી રીતે લાલચ જાગી અને છેતરાયા?
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામની આ ઘટના છે જેમાં ખેડૂતને રાતોરાત કરોડપતિ બનાવવાની લાલચ આપીને તેની પાસેથી 10 લાખ પડાવી લીધા છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આ ગામમાં જીતેન્દ્ર વિઠ્ઠલ કથીરીયા નામના 48 વર્ષના ખેડૂત છે. કરોડપતિ કોને નથી બનવું? દરેકનું સપનું હોય અને આવું સપનનું આ ખેડૂતનું પણ હતું. જોકે આ સપનુ પુરુ કરવા તે તંત્ર વિધિના સહારે પહોંચી ગયા હતા. આ દરમિયાન ઓગસ્ટ મહિનામાં તેમને પાંચ શખ્સો મળ્યા જેમણે તંત્ર વિધિના કેટલાક કરતબો બાવ્યા અને તેમને વિશ્વાસમાં લીધા. 2 કરોડ રૂપિયા એને સ્ટીલના હાંડામાં તાત્રિક વિધિ કરીને તેમાં સોનું હોવાનો વિશ્વાસ અપાવી લાખો રૂપિયા ખંખેરી લીધા.
પેરેંટ્સનું 3 વર્ષથી નાના બાળકને પ્રી-સ્કૂલ મોકલવું ગેરકાયદેઃ ગુજરાત હાઈકોર્ટ
તેમણે જીતેન્દ્ર કથીરીયાના પુત્ર સૌરવના મકાનના એક રુમમમાં આ વિધિ કરી હતી. જોકે રૂમ ના ખોલવા કહ્યું હતું અને વાડીમાં ખાડો ખોદી તેમાં સ્ટીલનો હાંડો કપડું વીંટાળીને મુકી દીધો હતો. તેમાં સોનું હોવાનું કહ્યું હતું. આ શખ્સોએ ટુકડે ટુકડે 10 લાખ રૂપિયા લીધા હતા અને કહ્યું કે 10 દિવસમાં 2 કરોડ અને હાંડામાં સોનું મળશે. બસ પછી શું કથીરીયાને 30 લાખનું દેવું હતું. જે ચુકવવા માટે આ રસ્તો તેમને યોગ્ય લાગ્યો હતો. તેમણે એક મિત્રની પાસે પૈસા માગ્યા હતા પણ મિત્ર થકી તે તાંત્રિકના સંપર્કમાં આવ્યા હતા. જોકે અહીંથી રૂપિયા કે સોનું ના મળ્યું અને પછી છેતરાયાની અનુભુતિ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી એક શખ્સની ધરપકડ કરી હતી. સાથે જ 1.70 લાખ જપ્ત કર્યા હતા. અન્ય ચાર શખ્સોને શોધવાની અને બાકીના નાણાં રિકવર કરવાની તજવીજ શરુ કરી હતી.
ADVERTISEMENT