દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરની દરેડ GIDCમાં આવેલી એક ખાનગી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. જે બ્લાસ્ટમાં બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હોવાની વિગતો સામે આવી છે. જામનગરની દરેડ GIDC ફેસ 2માં આવેલ રાજહંસ ઈમ્પેક્સ પ્રાઇવેટ નામની બ્રાસ ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને ના મળ્યા જામીનઃ તપાસ અધિકારી બદોબસ્તમાં જતા ટળી સુનાવણી
સહકર્મચારીઓ આવ્યા મદદે
જામનગરમાં દરેડ GIDC વિસ્તારમાં આવેલા પ્લોટ નં. 8માં રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે પ્રખ્યાત બ્રાસપાર્ટના મોટા એકમમાં સાંજના સમયે અચાનક જ બ્લાસ્ટની ઘટના બની હતી. બોઇલર અને ભઠ્ઠી વચ્ચે બ્લાસ્ટ થતા જ કામ કરી રહેલા બે મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક ઘવાયેલા બંને મજૂરોને જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. બીજી બાજુ એકમમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા. દાઝી ગયેલા વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સહ કર્મચારીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પણ ત્યાં આવી પહોંચ્યું હતું અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT