જામનગરમાં ભારે પવનમાં વૃક્ષ પડતા પશુઓ ફસાયા, NDRF દ્વારા કરાયું રેસ્ક્યૂઃ Video

જામનગરઃ બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠેરઠેર ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. ઘણા વીજ પોલથી લઈને વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. દરમિયાનમાં ગુજરાતના જામનગર ખાતે ભારે…

gujarattak
follow google news

જામનગરઃ બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠેરઠેર ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. ઘણા વીજ પોલથી લઈને વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. દરમિયાનમાં ગુજરાતના જામનગર ખાતે ભારે વરસાદ અને પવન ફૂંકાવાના કારણે મોટું તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જેને કારણે અહીં કેટલાક પશુઓ પર પડતા ફસાઈ ગયા હતા. એનડીઆરએફને તેની જાણકારી મળતા પશુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ દરમિયાન પડેલા વૃક્ષને કાપીને પશુઓનો બચાવ કરાયો હતો.

જીવ બચાવવાના કામે લાગી NDRF
જામનગરમાં બેડ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો. જેમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ કારણે અહીં બે પશુઓ વૃક્ષ નીચે ફસાઈ ગયા હતા. જોકે સદનસીબે પશુઓનો જીવ બચી ગયો હતો. એનડીઆરએફની ટીમ દ્વારા વૃક્ષની ડાળખીઓનું તાત્કાલીક ધોરણે કટીંગ કરીને પશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આમ બે જીવ બચાવવાનું કામ એનડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું હતું.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, ભાવનગર)

    follow whatsapp