ગુજરાત રાજ્યમાં અત્યારે વિવિધ રોગોનો ભરડો ફાટી નીકળ્યો છે. તેવામાં કોરોના વાઈરસની એન્ટ્રી પછી શુક્રવારે જામનગરના એક યુવકમાં મંકી પોક્સનાં શંકાસ્પદ લક્ષણ જણાતા સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 29 વર્ષના આ યુવકનો મંકી પોક્સ રિપોર્ટ શુક્રવારે નેગેટિવ આવ્યો છે. અત્યારે સમગ્ર વિશ્વમાં મંકી પોક્સનો કહેર કોરોના વાઈરસની જેમ પ્રસરી રહ્યો છે. તેવામાં શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
ADVERTISEMENT
દર્દીના સેમ્પલને ટેસ્ટિંગ માટે ગાંધીનગરની લેબમાં મોકલાયા
જામનગરની જીજી હોસ્પિટલમાં મંકી પોક્સનો એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. જામનગર નજીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને હાલ આ યુવકને હોસ્પિટલના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો તેના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે ગાંધીનગરની લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.
દેશમાં હાલ 9 જેટલા મંકી પોક્સના કેસ
દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતમાં આ ખતરનાક વાયરસના 9 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 5 કેસ કેરળમાં તથા 4 કેસ દિલ્હીમાં આવ્યા છે. દિલ્હીમાં ત્રણ દિવસમાં સતત ત્રણ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે પણ દિલ્હીની એક મહિલાને મંકી પોક્સનું સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ હતી.
મંકી પોક્સના લક્ષણો…
- દર્દીને ભારે તાવ આવે છે
- સ્કીન પર ગુમડા થાય છે અને ચહેરાથી લઈ હાથ, પગ, હથેળી તથા તળિયા પર ચકામાં પડી જાય છે
- દર્દીને શરીરમાં ગાંઠ થાય છે તથા માથા, સ્નાયુઓમાં દુખાવાની સાથે થાક લાગે છે
- ગળામાં ખરાશ અને ખાંસીની સમસ્યા પણ આવે છે
બચવાના ઉપાયો…
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક પહેરવું અને હાથના મોજા પહેરવાથી તમે આ સંક્રમણથી બચી શકો છો.
ADVERTISEMENT