જામનગરમાં પ્રેમિકાને પામવા પ્રેમીએ 5 વર્ષની દીકરીને પેટમાં બચકું ભર્યું, વેલણથી માર મારીને હત્યા કરી

Jamnagar News: જામનગરના તિરૂપતીપાર્ક વિસ્તારમાં એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રેમીકાને પામવા આડખીલી રૂપ બનતી 5 વર્ષની બાળકીને પેટમાં બટકુ ભરી, માથામાં વેલણ…

gujarattak
follow google news

Jamnagar News: જામનગરના તિરૂપતીપાર્ક વિસ્તારમાં એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રેમીકાને પામવા આડખીલી રૂપ બનતી 5 વર્ષની બાળકીને પેટમાં બટકુ ભરી, માથામાં વેલણ ઝીંકીને પ્રેમીએ હત્યા કરી નાખી હતી. આરોપી પ્રેમી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આરોપીના અમાનુષી અત્યાચારના કારણે ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. હુમલામાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોતની નીપજ્યું હતું.

પ્રેમિકાની દીકરી સાથે ન રાખવી પડે એટલે હત્યા

જાણવા મળતી વિગત મુજબ, જામનગરના ઢીચડા રોડ પર તિરુપતી પાર્કમાં રહેતી 36 વર્ષની યુવતીએ લગ્ન બાદ પતિથી ડિવોર્સ લીધા હતા અને તેને 5 વર્ષની બાળકી હતી. મહિલાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના ગાંધીનગર મેઇન રોડ, મંદિર પાસે રહેતા વિરેન જાનકીદાસ રામાવત નામના શખ્સ સામે આઇપીસી કલમ 307, 323 અને 302 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને આરોપી સાથે પ્રેમસંબંધ હોતો.

મહિલાને 5 વર્ષની દીકરી હોય દરમ્યાન આરોપી વિરેને તેને કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરું, પરંતુ તારી દીકરીને રાખીશ નહીં, તેમ કહેતા ફરીયાદીએ દીકરીને સાથે રાખવાનું કહ્યુ હતું. દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઈ જઇને બાળકી લગ્ન કરવામાં આડખીલી બનતી હોવાથી પેટમાં બટકુ ભરી વેલણ વડે પગ અને મોઢા તથા માથાના ભાગે જીવલેણ હુમલો કરીને હેમરેજ જેવી ઇજા પહોંચાડી હતી.

બાળકીનું સારવાર દરમિયાન મોત

બાળકીને સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને 307 મુજબ ગુનો દાખલ કરી આરોપી વિરેન રામાવતની વિધીવત ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા હતા. માસુમની માતાના પ્રેમીએ અમાનુષી અત્યાચાર ગુજારતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની તપાસ સીટી-સી પીઆઇ ચૌધરી દ્વારા ચલાવવામાં આવી હતી.

આજરોજ જામનગરની જીજી હોસ્પિટલમાં 5 વર્ષની બાળકીનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને બાળકીની લાશનો કબજો તેની માતાને સોંપવામાં આવ્યો છે. સીટીસીના પીઆઇ ચૌધરી સહિતનો પોલીસ કાપલો જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને બાળકીનું પીએમ કરાવવામાં આવ્યું છે. તથા આરોપી સામે 302ની કલમ ઉમેરવામાં આવી છે. બાળકીના પિતા અને દાદી માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.

(દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp