દર્શન ઠક્કર.જામનગરઃ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે જામનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં સૌપ્રથમ એસટી વિભાગની નવી 151 બસોનું લોકાર્પણ કાર્યક્રમ બાદ, ધારાસભ્યની જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટનના કાર્યક્રમો માટે જામનગર આવેલા હર્ષ સંઘવીએ એસટી બસોના લોકાર્પણ પછી તેઓએ શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતેથી જામજોધપુરના નવા પોલીસ આવાસનું ઇ- લોકાર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
2024ની ચૂંટણીમાં BJPને નડશે મધુ શ્રીવાસ્તવ?- જુઓ Video કયા પ્લાનીંગ અંગે વાત કરી રહ્યા છે
ગેરકાયદે દબાણ હટાવાશે જ…- હર્ષ સંઘવી
આ સાથે તેમજ વ્યાજખોરી ડામવા ચેક વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક અપર્ણ કરાયા હતા. આ તકે ગૃહ મંત્રીનું દેવભૂમિ દ્વારકાના હર્ષદના દબાણ હટાવ બાબતે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગેર કાયદેસરના તમામ દબાણ હટાવવામાં આવશે જ. દબાણ હટાવમાં ક્યારેય બ્રેક નથી લાગી, એક્સીલેટર મારેલું જ છે. આજે એસટી આપી છે, આગામી સમયમાં પાવડો સાથે લઈ આવી, આધુનિક બસ સ્ટેશનનું ખાતર્મુહુત કરીશ અને દબાણ હટાવો, વ્યાજખોરી અને દબાણ હટાવો મામલે મહત્વપૂર્ણ કામગીરી જામનગર પોલીસે કરી હોવાનું ગૃહ મંત્રીએ પ્રશંસા કરી હતી. આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના જામનગરના ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુનિ.કમિશનર વિજય ખરાડી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT