જામનગરઃ જામનગરમાં લાલ બંગલા સર્કલ નજીક આવેલી કોર્ટના નવી બિલ્ડીંગમાં અચાનક સોમવારે સાંજે આગ લાગી ગઈ હતી. બિલ્ડીંગના પ્રથમ માળે લાગેલી આગને કારણે ધૂમાડા નીકળી રહ્યા હતા. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે તાત્કાલી પગલા લઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો…
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જતા હોવ તો જાણી લો, હવે માસ્ક ફરજિયાત, જાણો બીજું પણ
ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ
જામનગરના લાલ બંગલા સર્કલ નજીક આવેલી સિવિલ કોર્ટના બિલ્ડીંગમાં સોમવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. દરમિયાનમાં આગને કારણે નવી બિલ્ડીંગના પ્રથમ માળે ધૂમાડા નીકળી રહ્યા હતા. બવાનની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. પ્રારંભીક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું તારણ સામે આવ્યું હતું. ફાયર વિભાગે ટુંકા સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ ઘટના સમી સાંજ પછી બની હોવાને કારણે અહીં સદ નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર)
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT