જામનગરઃ બોમ્બ હોવાના સમાચાર મળતા 230થી વધુ લોકોના જીવ પડીકે બંધાયા, તંત્રમાં દોડાદોડ

જામનગરઃ જામનગર એરપોર્ટ પર સોમવારે સાંજે અચાનક એક ઈન્ટરનેશનલ ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડીંગની પરવાનગી માગવામાં આવતા તંત્રમાં દોડાદોડ જોવા મળી રહી છે. જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ…

gujarattak
follow google news

જામનગરઃ જામનગર એરપોર્ટ પર સોમવારે સાંજે અચાનક એક ઈન્ટરનેશનલ ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડીંગની પરવાનગી માગવામાં આવતા તંત્રમાં દોડાદોડ જોવા મળી રહી છે. જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અચાનક મળેલા આ સમાચારથી એરપોર્ટ પર દોડી ગયા હતા. જોકે આવું કેમ બન્યું તો તેની પ્રારંભીક ધોરણે મળતી વિગતો પ્રમાણે અહીં બોમ્બની અફવાના કારણે અચાનક ફ્લાઈટને લેન્ડ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટ મેક્સીકોથી ગોવા જનારી ફ્લાઈટ હતી.

મન હોય તો માળવે જવાયઃ દાહોદના ખેડૂતે આવી રીતે કરી સ્ટ્રોબેરીની સફળ ખેતી

236 મુસાફરોના જીવ પડીકે બંધાયા
જામનગર એરપોર્ટ પર હાલ ભારે ચકચાર ભર્યો માહોલ છે. એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જનારી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. અહીં બોમ્બની અફવાને કારણે આ નિર્ણય તાત્કાલીક લેવો પડ્યો અને તાત્કાલીક ધોરણે લગભગ જામનગરનું જવાબદારી સાથેનું તમામ તંત્ર અહીં દોડી ગયું હતું. પોલીસ સ્ટાફ, એમ્બ્યૂલન્સ, અધિકારીઓ વગેરે ત્યાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટમાં અંદાજીત 236 મુસાફરો હતા. જે તમામનો જીવ જાણે અચાનક પડીકે બંધાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

મળ્યો બોમ્બ હોવાનો ઈમેઈલ
કલેક્ટર સહિત બોમ્બ સ્ક્વોડ પણ સ્થળ પર દોડી ગયું હતું. Goa ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈમેઈલ મળ્યો હતો અને તેના કારણે આ ફ્લાઈટને તુરંત ઈમર્જન્સી લેન્ડ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હાલ મળતી માહિતી પ્રમાણે અહીં કોઈ ગંભીર બાબત નથી, આ અફવા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે તંત્ર સતત તપાસમાં લાગેલું છે. ઉપરાંત આ ફ્લાઈટ જામનગર ઉપર છેલ્લી 20 મીનિટથી ફરતું રહ્યું હોવાની પણ વિગતો મળી છે પરંતુ પ્રારંભીક ધોરણે મળેલી આ માહિતીને કોઈ સત્તાવાર આધાર મળી રહ્યો નથી.

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp