જામનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીના પરિવાર પર કેટલાક શખ્સોએ કર્યો હુમલોઃ CCTV

જામનગરઃ જામનગરમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલના પરિસરમાં જ કેટલાક શખ્સોએ કાદયાના ચીથરાં ઉડાવી દીધા હતા. આ મામલામાં સામે આવ્યું છે કે, કેટલાક…

gujarattak
follow google news

જામનગરઃ જામનગરમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલના પરિસરમાં જ કેટલાક શખ્સોએ કાદયાના ચીથરાં ઉડાવી દીધા હતા. આ મામલામાં સામે આવ્યું છે કે, કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અચાનક અહીં હોસ્પિટલમાં આવેલા દર્દીના પરિવાર પર હુમલો કરી દીધો હતો. એક નાના બાળકના ચેકઅપ માટે આવેલા વ્યક્તિ અને તેના પરિવાર પર અચાનક થયેલા હુમલાએ અહીં ભારે ઉહાપોહ મચાવી દીધો હતો.

મહેમદાવાદના મામલતદાર કક્ષાના અધિકારીએ 5 હજાર માટે કર્યું મોઢું કાળું!

પાર્કિંગમાં દંડા અને પાઈપ સાથે ધસી આવ્યા ચારથી પાંચ
જામનગરના ચિત્રાવડ ગામના જામકંડોરણા તાલુકાના રહેવાસી સિદ્ધરાજ ઉદુભા ચુડાસમા (30) તેમના નાના બાળકના ચેકઅપ માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં હતા. આથી સરકારી જી.જી.હોસ્પિટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં ચારથી પાંચ લોકોએ અચાનક તેના પર દંડા અને પાઇપ વડે હુમલો કરી હાથ-પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. સમગ્ર મામલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજ જોઈને હુમલાખોરો વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

    follow whatsapp