Jamnagar funfair: જામનગરના લોકમેળામાં ઉમટી પડ્યું માનવ મહેરામણ, લોકમેળાનો આકાશી નજારો પણ આવ્યો સામે

Jamnagar funfair: જામનગરમાં સાતમ-આઠમ-નોમના ત્રિદિવસીય લોકમેળાની રંગત જામી છે. લોકો મેળાની મનમૂકીને મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવી…

gujarattak
follow google news

Jamnagar funfair: જામનગરમાં સાતમ-આઠમ-નોમના ત્રિદિવસીય લોકમેળાની રંગત જામી છે. લોકો મેળાની મનમૂકીને મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવી પહોંચતા મેદાનમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે. રાત્રિના સમયે રંગબેરંગી લાઈટો સાથે મેળાનો અદભુત નજારો જોવા મળ્યો હતો અને મેળાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.

મેળામાં અવનવી રાઈડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાયા

જામનગરના પ્રદર્શન મેળામાં આયોજિત લોકમેળામાં અવનવી રાઈડ્સની લોકોએ મજા માણી હતી. રાઈડ્સ ઉપરાંત ખાણીપીણીના અને રમકડાંના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હોવાથી લોકોએ ખરીદી કરતા જોવા મળ્યા હતા.

Anand News: વરસાદમાં એક્ટિવા પર જતા દંપતિ પર પડ્યું ઝાડ, આણંદમાં બનેલી આ દુર્ઘટનામાં બંનેના મોત, બાળક બન્યું નોંધારું

મેળામાં એન્ટ્રી અને એક્ઝિટના 5 ગેટ બનાવવામાં આવ્યા.

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાતા લોકમેળામાં ત્રણ દિવસ દરમિયાન લાખો લોકો આવતા હોય છે. મેળામાં લોકોને અવરજવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટના ગેટ બનાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથોસાથ મહાનગરપાલિકાની સિક્યોરિટી પણ ત્રીજી નજર રાખી રહી છે.

મહિલાઓએ પણ ‘મોતના કૂવા’માં કર્યા દિલધડક સ્ટંટ્સ

સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં અલગ અલગ શહેરોમાં લોકમેળા યોજાય છે. આ તમામ મેળામાં ચકડોળ, ફજેત ફાળકા, ચકરડી, ટોરાટોરા જેવી રાઈડ હોય છે. તેમાં ‘મોતનો કૂવો’ તો અચૂક હોય જ છે. ‘મોતના કૂવા’ના કલાકારો દ્વારા લોકોને આકર્ષવા માટે માઈક પર કરાતું એનાઉન્સિંગ અને અહીં વાગતા ગીતોની ધૂન મેળાની રંગત વધારતી હોય છે. ત્યારે મેળામાં લોકોના મનોરંજન માટે આવેલો ‘મોતનો કૂવો’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળામાં મોતના કૂવામાં એક સાથે ત્રણ કાર અને બે બાઈકનો ખેલ લોકોને આકર્ષી રહ્યો છે. અહીં પુરુષોની સાથે મહિલા પણ દિલધડક સ્ટંટ કરી રહી છે.

    follow whatsapp