જામનગરના ખેડૂતને એક અરજીથી બાયોગેસ પ્લાન્ટ મળ્યો, નાણાની બચત સાથે આવી રીતે લાભકારી છે ‘ગોબર ધન યોજના’- Video

દર્શન ઠક્કર.જામનગરઃ ‘ગોબર ધન યોજના’ એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે…

જામનગરના ખેડૂતને એક અરજીથી બાયોગેસ પ્લાન્ટ મળ્યો, નાણાની બચત સાથે આવી રીતે લાભકારી છે 'ગોબર ધન યોજના'- Video

જામનગરના ખેડૂતને એક અરજીથી બાયોગેસ પ્લાન્ટ મળ્યો, નાણાની બચત સાથે આવી રીતે લાભકારી છે 'ગોબર ધન યોજના'- Video

follow google news

દર્શન ઠક્કર.જામનગરઃ ‘ગોબર ધન યોજના’ એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. એવું કહેવાય છે કે, ગોબર ધન યોજના એ પર્યાવરણ અનુકુલિત યોજના છે. પશુઓના છાણાં, લાકડા વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ થાય છે. જો છાણ અને કૃષિ કચરાનો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણ ઓછું થાય છે, નાણાની બચત થાય છે, ખાતર પણ મળે છે અને સાથે-સાથે સમયનો પણ બચાવ થાય છે.

ગુજરાતનું યુકેમાં રાજકીય કદ વધ્યું, આ ગુજરાતી બન્યા યુકેમાં પ્રેસ્ટન શહેરના મેયર

ખેડૂતે કહ્યુંઃ અરજીનો મળ્યો હકારાત્મક પ્રતિભાવ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરશનપર ગામમાં રહેતા લાભાર્થી લખમણભાઈ ગાગીયા જણાવે છે કે, તેઓના પરિવારમાં 4 સભ્યો છે. હાલમાં તેમની રોજગારીનું માધ્યમ ખેતી છે. આખો દિવસ ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા બાદ ચૂલામાં રસોઈ બનાવવી મુશ્કેલ બની જતી હતી. તેમનું અત્યારે નળિયાંવાળું કાચું મકાન છે. તેથી જો વરસાદ વધુ પડે, તો પાણી અંદર ટપકે એટલે ચૂલામાં રસોઈ સરખી રીતે ના બને. તેમણે આગળ જણાવ્યું કે, તેમને ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ મુકાવવા અંગેની જાણકારી મળતા તેમણે અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેઓને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે, અને તેમના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો હતો. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે સક્રિય છે, અને તેના થકી તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોજમાંથી મુકિત મળી છે. લાભાર્થી લખમણભાઈ આ યોજના અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેમના ઘરે નાના બાળકો છે. તેથી મોડર્ન એલ.પી.જી. સિલિન્ડરમાં અકસ્માત થવાનો ભય રહે છે. તેમના ખેતરમાં હવે બાયોગેસ પ્લાન્ટ હોવાથી ઘરમાં લીકેજ કે અકસ્માત થવાનો ભય રહ્યો નથી. આ યોજના દરેક ખેડૂત અને પશુપાલકો માટે લાભદાયી છે, તેવું અંતમાં જણાવે છે.

    follow whatsapp