જામનગરઃ વરસાદી પાણીના ખાડામાં ડૂબ્યા બે વ્યક્તિઃ એક યુવાનની મળી લાશ

જામનગરઃ જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી પડેલા અવિરત વરસાદમાં 7થી વધારે લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાનમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં જ સમર્પણ…

gujarattak
follow google news

જામનગરઃ જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી પડેલા અવિરત વરસાદમાં 7થી વધારે લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાનમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં જ સમર્પણ વિસ્તારમાં વરસાદી પાણીના ખાડામાં બે વ્યક્તિ ડૂબ્યા હોવાની વિગતો મળી છે જેમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે. તંત્ર અન્ય એક વ્યક્તિની શોધમાં લાગ્યું છે.

સુરેન્દ્રનગર સબજેલમાં બબાલઃ કાચા કામના કેદીઓના બે જુથો વચ્ચે અથડામણ

કોર્પોરેશનના પ્લોટમાં ભરાયું હતું વરસાદી પાણી
જામનગર શહેરના સમર્પણ વિસ્તાર પાસે વિશાલ હોટલની પાછળ આવેલ મહાનગરપાલિકાના કોમન પ્લોટમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં બે યુવાનો ડૂબી જવાના સમાચાર મળ્યા છે. બે યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણી ભરેલા ખાડામાંથી મનીષ મુકેશભાઈ પરમાર નામના યુવકની લાશને બહાર કાઢી હતી. મૃતકના મૃતદેહને સરકારી જી.જી.હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લવાયો છે. મૃતકની ઉંમર 20 વર્ષની છે. મૃતક વિશાલ હોટલ પાછળ લક્ષ્મીનગરનો રહેવાસી હોવાની પણ વિગતો મળી રહી છે. આ તરફ અન્ય એક યુવાન પણ ડૂબ્યાના અહેવાલ મળ્યા હોઈ તંત્ર તે યુવાનની શોધખોળમાં લાગ્યું છે. જોકે સહુ કોઈ પ્રાથના કરવા લાગ્યા હતા કે યુવાન હેમખેમ મળી જાય, પણ સાથે જ ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

    follow whatsapp